ભુજની પાલારા જેલમાંથી કેદી પાસેથી મોબાઈલ મળી આવ્યો છે, કેદી અશોક કનાદે છૂપાવ્યો હતો મોબાઇલ અને ચેકિંગમાં મોબાઇલ, સીમ કાર્ડ, હેડફોન મળ્યા છે, ચેકિંગ સમયે બે કેદીએ પોલીસ સાથે કરી ઝપાઝપી. શક્તિસિંહ અને જયદેવસિંહે કરી ઝપાઝપી જેના કારણે ત્રણેય કેદીઓ સામે પોલીસમાં ગુનો દાખલ કરાયો છે.


[[$googlead]]

ભુજની પાલારા જેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ઝડપાયો

ભુજની પાલારા જેલમાંથી કાચા કામના કેદી પાસેથી મોબાઈલ ઝડપાયો છે, જેલ સ્ટાફ દ્વારા રૂટિન ચેકીંગ સમયે મોબાઈલ, સિમ કાર્ડ અને હેડફોન મળી આવ્યા છે, કેદી અશોક લીલાધર કનાદે કમરના ભાગે મોબાઈલ છુપાવ્યો હતો અને જેલ સ્ટાફ દ્વારા મોબાઈલ જપ્ત કરવાની કાર્યવાહી સમયે અન્ય 2 કેદીઓએ કરી ઝપાઝપી.

ભુજની જેલમાં મોબાઈલ મળતા કેદીએ કરી પોલીસ સાથે મારામારી

મોબાઈલ કાચા કામના કેદીને પરત આપવા માટે શક્તિસિંહ ગોહિલ અને જયદેવસિંહ ઝાલાએ જેલ કર્મચારીઓ સાથે કરી ઝપાઝપી ઘટના મામલે 3 કેદી વિરુદ્ધ બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં ગુનો નોધવામાં આવ્યો છે. ભુજ નહી પરંતુ ગુજરાતની અલગ-અલગ જેલોમાં સમય પ્રમાણે ચેકિંગ કરવામાં આવતું હોય છે જેમાં શંકાસ્પદ લાગતા કેદીઓ પાસેથી ઘણી વાર મોબાઈલ અને તમાકું પણ મળી આવતી હોય છે અને જેલના પ્રશાસન દ્વારા ગુનો પણ નોંધવામાં આવતો હોય છે.

[[$alsoread]]

16 જુલાઈ 2025ના રોજ પણ ભુજની પાલારા જેલમાંથી મળ્યો હતો મોબાઈલ

બી ડિવિઝન, પેરોલ ર્ફ્લો સ્ક્વોડ, બીડીડીએસ, ડોગ સ્ક્વોડ તથા જેલના ઝડતી સ્કવોડના પોલીસ અધિકારી-કર્મચારીઓને સાથે રાખીને પાલારા ખાસ જેલના સર્કલ-૧ અને ૨માં આવેલા યાર્ડ, બેરેક,પુસ્તકાલય, હોસ્પિટલ કેન્ટીનની જડતી લેવામાં આવી હતી. આ દરમ્યાન સર્કલ-૧માં એક ઓરડીની છત ઉપરની પાણીની ટાંકી પાસે કોથળીમાં રાખેલો સેમસંગ કંપનીનો બેટરી સાથેનો, સીમ વિનાનો કીપેઇડ મોબાઇલ મળી આવ્યો હતો.

  • Follow us on: