બોટાદ SOG પોલીસે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરીને લોકોના આરોગ્ય સાથે ચેડા કરતા બે ડિગ્રી વગરના ડોક્ટરોને ઝડપી કાર્યવાહી કરી છે, એક શહેરના સાળંગપુર રોડ પર મોમદનગરથી અને બીજો જિલ્લાના તાજપર ગામેથી ડિગ્રી વગરના ડોક્ટરને ઝડપી કુલ રૂ. 51.600નો મુદ્દામાલ કબ્જે કરી વધુ તપાસ હાથધરી છે.
બોટાદના સાળંગપુર રોડ પર ચલાવતો હતો કલિનિક
બોટાદ શહેરનાં સાળંગપુર રોડ પર મોમદનગર વિસ્તારમાં બાતમીના આધારે SOG PI એમ. જી. જાડેજાને મળેલી બાતમીના આધારે મોમદનગર વિસ્તારમાં રેડ કરતા મેહકુઝખાન યુસુફખાન પઠાણ ચાંદ ક્લિનિક ચલાવી ડોક્ટર તરીકે પ્રેક્ટિસ કરતો હતો જેથી પોલીસે તપાસ કરતા ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હોવાનું સામે આવ્યું હતું, જેથી પોલીસે ક્લિનિકમાં તપાસ કરતા ક્લિનિક માંથી જુદાજુદા રોગ મટાડવાની દવાની ટીકડીઓ, ગ્લુકોઝના પ્રવાહીના બાટલાઓ, સિરીજ, નીડલ, બીપી મીટર મળી આવતા પોલીસે કુલ રૂ. 10.170 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીની ધરપકડ કરી છે.
બોટાદના તાજપર ગામેથી ઝડપાયો નકલી ડોકટર
બોટાદ SOG પોલીસે તાજપર ગામેથી ડિગ્રી વગરનો ડોક્ટર ઝડપ્યો છે. પશ્ચિમ બંગાળનો વતની હર્ષિતભાઈ હરીપતભાઈ બાલા છેલ્લા ત્રણ વર્ષથી તાજપર ગામે ડિગ્રી વગર પ્રેક્ટિસ કરતો હતો. તાજપર ગામના પરા વિસ્તારમાં પ્રાથમિક શાળાની બાજુમાં ભાડાના મકાનમાં તે ક્લિનિક ચલાવતો હતો. SOG પોલીસે રેડ કરીને ડિગ્રી વગરના ડોક્ટરને પકડ્યો હતો. પોલીસે ક્લિનિકમાં તપાસ કરતા દવાની ટીકડીઓ, બાટલા, સીરીજ, નીડલ, સ્ટેથોસ્કૉપ, સફીગમોમેમો મીટર સહિત કુલ રૂ. ૪૧,૪૩૮નો મુદ્દામાલ કબ્જે કર્યો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. આમ બોટાદ SOG પોલીસે બે ડિગ્રી વગરના ડોક્ટરોને ઝડપી કાર્યવાહી કરી છે.









