તાજેતરમાં જ ગુજરાત એટીએસ દ્વારા ગાંધીનગર જિલ્લામાંથી ત્રણ આતંકવાદીઓને પકડી પાડવામાં આવ્યા હતાં. આ આતંકવાદીઓને પકડ્યા બાદ દિલ્હીમાં કાર બ્લાસ્ટનો બનાવ બન્યો હતો. જેમાં આ ત્રણેય આતંકીઓનું કનેક્શન બહાર આવ્યું હતું. આ ઘટના બાદ રાજ્યમાં તમામ જગ્યાએ પોલીસે સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. આ ચેકિંગ દરમિયાન ગાંધીનગરમાં હથિયાર સાથે એક આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
ગાંધીનગરમાં હથિયારો સાથે એક આરોપીની ધરપકડ
ગાંધીનગરમાં ચિલોડા પોલીસના ચેકિંગમાં એક આરોપી તીક્ષ્ણ હથિયાર સાથે ઝડપાયો હતો. આરોપી પાર્લરમાં તીક્ષ્ણ હથિયારો વેચતો હતો. રામપુરી ચપ્પા અને કટાર સહિતના હથિયારો પોલીસે કબજે કરી આરોપીની ધરપકડ કરવામાં આવી છે. ચિલોડા પાસે હોટેલની બહાર આવેલા પાન પાર્લરમાં આરોપી તીક્ષ્ણ હથિયાર વેચતો હતો. ચીલોડા પોલીસે આરોપીની ધરપકડ કરીને વધુ કાર્યવાહી હાથ ધરી છે.













