દાહોદના પાલિકા ચોક વિસ્તારમાં લૂંટની ઘટના બની છે, ધોળે દિવસે લૂંટની ઘટના બનતા સૌ કોઈ ગભરાઈ ગયા હતા, ગઠિયો રૂપિયા ભરેલી બેગ લઈને ફરાર થયો હતો અને ભાગતો હતો તે વખતે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે, તો એક લાખ રૂપિયાની લૂંટ થતા પોલીસનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો અને તપાસ શરૂ કરી હતી.
દાહોદમાં ભરચક વિસ્તારમાં ધોળા દિવસે 1 લાખની લૂંટ
દાહોદમાં બેંકમાંથી રૂપિયા લઇને નીકળેલા આચાર્ય સાથે લૂંટની ઘટના બની છે, દાહોદ શહેરના ટ્રાફિકથી ધમધમતા એવા નગરપાલિકા ચોક વિસ્તારમાં ધોળા દિવસે રોકડ રૂપિયા 1 લાખની ચિલ ઝડપ થઈ છે, વડવા પ્રાથમિક શાળામાં આચાર્ય તરીકે ફરજ બજાવતા ઇશ્વરભાઈ રાઠોડની બુલેટ પરથી એક યુવક રોકડ રૂપિયા એક લાખ ભરેલી થેલી લઈને થયો ફરાર, તહેવાર આવતા હોવાથી એસબીઆઈ બેંકમાંથી એક લાખની રોકડ ઉપાડી આચાર્ય જતા હતા ઘરે અને તે વખતે આ ઘટના બની હતી.
લૂંટ થતા પોલીસની ટીમ લાગી કામે
ઘરે જતા દરમિયાન નગરપાલિકા ચોક પર ટ્રાફિક હોવાથી બુલેટ ધીરી કરતાની સાથે જ પાછળ બાંધેલી બેગ લઈને ગઠિયો થયો ફરાર, પોલીસની અલગ-અલગ ટીમે સીસીટીવીના આધારે તપાસ શરૂ કરી છે, લૂંટ કરનાર આરોપીની ટૂંક સમયમાં ધપકડ કરવામાં આવશે તેવો પોલીસનો દાવો છે, ત્યારે આ ઘટનામાં પોલીસે નાકાબંધી પણ કરી હતી, ત્યારે આચાર્ય ભણેલા છે અને તેમને ખબર ના પડે કે રૂપિયા પોતાની પાસે રાખવાના હોય, ના કે તેને પાછળ ભરાવાના હોય, ત્યારે આ ઘટનામાં આચાર્યની પણ ભૂલ છે તેવું દેખાઈ રહ્યું છે.









