દ્વારકામાં છેતરપિંડી આચરતો સાયબર ઠગ પોલીસના હાથે ચઢી ગયો છે અને તેણે અનેક લોકો સાથે ઓનલાઈન છેતરપિંડી કરી હોવાની વાત સામે આવી છે, રાજસ્થાનના તેજારામ ભરત મીણાને પોલીસે ઝડપી પાડયો છે, ફરિયાદીને લાલચ આપીને 1.42 લાખ પડાવી લીધા હતા, દ્વારકા સાયબર ક્રાઈમે આ શખ્સને ઝડપીને વધુ તપાસ કરી છે.
દ્વારકામાં છેતરપિંડી આચરતો સાયબર ઠગ ઝડપાયો
દ્વારકામાં છેતરપિંડી આચરતો સાયબર ઠગ ઝડપાઈ ગયો છે, 100 ટકા નફાની લાલચ આપી આ શખ્સ ઠગાઈ કરતો હોવાની વાત સામે આવી છે, ટેલિગ્રામ પર ચેનલ બનાવી લોભામણી જાહેરાત આપતો અને કમિશન મળશે તેમ કહીને રોકાણ પણ કરાવતો હતો તો ફરિયાદીને લાલચ આપી 1.42 લાખ પડાવ્યા હતા જેના કારણે પોલીસે તપાસ શરૂ કરી હતી અને રાજસ્થાનના તેજારામ ભરત મીણાને પોલીસે ઝડપ્યો છે, હજી આ શખ્સે અન્ય કેટલા લોકો સાથે છેતરપિંડી કરી છે તે દિશામાં પોલીસે તપાસ શરૂ કરી છે.
100 ટકા નફાની લાલચ આપીને આ ઠગ કરતો હતો ઠગાઈ
સોશ્યલ મીડિયાના પ્લેટફોર્મ પર શેર બજાર દ્વારા ટ્રેડિંગમાં 100 ટકા નફાની લાલચ આપતો સાયબર ઠગ ઝડપાયો છે, ટેલિગ્રામ પર ખોટી ચેનલો બનાવી લોભામણી જાહેરાત આપી છેતરપિંડી આચરતો હતો અને રાજસ્થાના સવાઇ માધોપુરના શ્યામ પુરા ગામના મુખ્ય સૂત્રધાર તેજારામ ભરત મીણા નામના 31 વર્ષીય શખ્સને દ્વારકા સાયબર પોલીસે ઝડપી પાડયો છે. ટેલિગ્રામ ઉપર dew lnvisible, MOHIT AGRAWAL SEBI, VIP PAID PREMIUM, ગ્રુપ જેવી બેનામી ચેનલો બનાવી લોકો સાથે છેતરપિંડી કરતો હોવાની વાત સામે આવી છે, શેર માર્કેટ અને USDTમાં રોકાણની લાલચ આપી છેતરપિંડી આચરતો હતો ઠગ. આરોપી પાસેથી 15 હજારની કિંમતનો મોબાઇલ કબ્જે કરી સાયબર પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથધરી છે.









