રાજ્યના પાટનગર ગાંધીનગરમાં અંબાપુર પાસેની નર્મદા કેનાલ પાસે બેઠેલા પ્રેમી યુવક યુવતી પૈકી યુવક પર છરીના ઘા મારીને હત્યા કરનારા સાયકો કિલર વિપુલ પરમારનું પોલીસે આજે એન્કાઉન્ટર કર્યું છે. પોલીસ જ્યારે આજે બનાવવાળી જગ્યા પર રિ કસ્ટ્રક્શન માટે લઇ ગઇ ત્યારે આરોપી વિપુલ પરમારે પોલીસની રિવોલ્વર છીનવીને ભાગવાનો પ્રયાસ કર્યો હતો જેમાં વળતો જવાબ આપતાં પોલીસે ફાયરિંગ કર્યું હતું. પોલીસ ફાયરિંગમાં વિપુલ પરમારને ગોળી વાગતા તેનું મોત થયું હતું.

પોલીસે એન્કાઉન્ટર કર્યું હોય તેવો બનાવ ઘણા વર્ષો પછી બન્યો


ગુજરાતમાં પોલીસે એન્કાઉન્ટર કર્યું હોય તેવો બનાવ ઘણા વર્ષો પછી બન્યો છે. એક સમય એવો હતો કે જ્યારે ગુજરાત પોલીસ તંત્રના કેટલાક પોલીસ અધિકારીઓની ગણના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે થતી હતી. ગુજરાત પોલીસના અધિકારીઓએ બહાદુરીથી ગેંગસ્ટરોનો સામનો પણ કર્યો હતો.


ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ


ગુજરાત પોલીસના એન્કાઉન્ટર સ્પેશ્યાલિસ્ટ તરીકે જે અધિકારીઓની ગણના થાય છે તેમાં એ.કે.સુરોલીયા , પી.કે ઝા, ડી.જી.વણઝારા, તરુણ બારોટ, અભય ચુડાસમા, સતિષ વર્મા, રાજનીશ રાય, એન કે અમીન, જી.એલ.સિંઘલ, હિંમાશું શુક્લા, પીએસઆઇ અનાજુ ચૌધરી જેવા પોલીસ અધિકારીઓનો સમાવેશ થાય છે. આ અધિકારીઓની એક જમાનામાં ભારે બોલબાલા હતી અને ગુનેગારો પણ તેમના નામ સાંભળીને ફફડતા હતા. આઇપીએસ એ.કે સુરોલીયાએ તો લતીફ યુગનો અંત આણ્યો હતો.

 ગુનેગારો સામે કડકાઇથી કામ


ગુજરાતમાં આમ તો એવા ઘણા જાંબાજ આઇપીએસ ઓફિસર તથા પોલીસ ઇન્સ્પેક્ટર અને પીએસઆઇ કક્ષાના અધિકારીઓ છે જેમણે પોતાની ફરજ સમયે ગુનેગારો સામે કડકાઇથી કામ કર્યું હતું અને ગુનેગારોમાં તેમની ધાક જોવા મળતી હતી. ઘણા ગુનેગારો તો આ અધિકારીઓનું નામ સાંભળીને જ ગુજરાતમાં પ્રવેશતા ન હતા અને દુર રહેવાનો પ્રયાસ કરતા હતા. 
  • Follow us on: