ગાંધીનગરમાં ફરી હિટ એન્ડ રનની ઘટના બની છે, રાંદેસણ પાસે કાર ચાલકે ચાર થી પાંચ વાહનોને ઉડાવ્યા હોવાની વાત સામે આવી છે, ઘટનાની જાણ થતાની સાથે જ લોકોના ટોળા ઉમટયા હતા અને સ્થાનિકોએ કાર ચાલકને ઢોર માર માર્યો છે, ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો છે. આ ઘટનામાં કુલ 2 લોકોના મોત થયા હોવાની વાત સામે આવી છે, લોકોએ કારમાં તોડફોડ કરી છે. કાર ચાલક ગાંધીનગરના પોર નામનો રહેવાસી છે.


[[$googlead]]

ગાંધીનગરના રાંદેસણ નજીક થયો અકસ્માત

ગાંધીનગરના રાંદેસણમાં હિટ એન્ડ રનની ઘટના બની છે, જેમાં કાર ચાલકે ચારથી પાંચ વાહનોને ઉડાવ્યા છે અને ઘટના સ્થળે એકનું મોત થયું છે, ઈજાગ્રસ્તોને તાત્કાલિક સારવાર હેઠળ ખસેડવામાં આવ્યા છે, કાર ચાલક દારૂના નશામાં હોવાનો સ્થાનિકો આક્ષેપ કરી રહ્યા છે, તો પોલીસે કાર ચાલકની ઘટના સ્થળેથી અટકાયત કરી છે, રાંદેસણના સિટી પલ્સ સિનેમાં પાસે આ અકસ્માત થયો હોવાની વાત સામે આવી છે, મૃત્યુ આંક હજી પણ વધે તેવી શકયતા છે. હિતેશ પટેલ નામના વ્યકિતની કાર છે અને તેનો નંબર GJ 18 EE 7887 છે.

[[$alsoread]]

મૃતકના નામ

હંસાબેન રોહિતકુમાર વાઘેલા (ઉં.વ.56)

નીતિનભાઈ પ્રતાપભાઈ વીલર (ઉં.વ.63)

ગાંધીનગરમાં રફતારના રાક્ષસે 2નો જીવ લીધો

રાંદેસણ પાસે અકસ્માતમાં 2નાં મોત, 3 લોકો ઈજાગ્રસ્ત થયા છે, હંસાબેન વાઘેલા અને નીતિન વાળાનું મોત થયું હોવાની વાત સામે આવી છે, બિપીન ઓઝા, કામિની બિપીન ઓઝા, મયુર જોષી ઈજાગ્રસ્ત થતા સારવાર હેઠળ ખસેડાયા છે, કાર હિતેશ વિનુભાઇ પટેલના નામે રજિસ્ટર થયેલી છે અને આરોપીએ કાર અથડાવી અડધો કિમી સુધી એક્ટીવા ઢસડી હતી, આરોપીને લઈ જતી ગાડી લોકોએ રોકી હતી. આરોપીને મેડિકલ ટેસ્ટ માટે લઇ જવાયો છે અને પોલીસ CCTV અને સ્થાનિકોના નિવેદનોના આધારે તપાસ કરી રહી છે, FSLના આધારે ગાડીની સ્પીડની પણ તપાસ કરાશે.

હિટ એન્ડ રન કાયદો શું છે

હિટ એન્ડ રન પર કરવામાં આવેલી આ નવી જોગવાઇ છે. આ અંતર્ગત રોડ પર હિટ એન્ડ રનની ઘટના બને તો વાહન ચાલકને 10 વર્ષની સજા થશે. આ ઉપરાંત તેને દંડ પણ ભરવો પડશે. હવે નવા નિયમ મુજબ જો કોઈ કાર સાથે ટકરાય અને પોલીસ પ્રશાસનને જાણ કર્યા વગર જ ડ્રાઈવર ઘટના સ્થળેથી ફરાર થઈ જાય તો તેને 10 વર્ષ સુધીની સજા થશે અને દંડ પણ ફટકારવામાં આવશે.





  • Follow us on: