ગાંધીનગરમાં 3 પેટ્રોલ પંપના માલિકે દીકરીઓ સાથે જીવન ટૂંકાવ્યું હોવાની વાત સામે આવી છે, બંને દિકરીઓના મૃતદેહ કલોલ કેનાલમાંથી મળી આવ્યા છે, ગઈકાલે ઘરેથી આધારકાર્ડ કઢાવવાનું કહી નીકળ્યા હતા અને મોડીરાત સુધી પરત ન આવતા પરિવારે નોંધાવી હતી પોલીસ ફરિયાદ, મૃતકો ગાંધીનગરના બોરીસણા ગામના રહેવાસી છે અને પોલીસે ઘટના સ્થળે પહોંચી વધુ તપાસ હાથ ધરી છે.


મુખ્ય કેનાલમાંથી મળ્યા મૃતદેહ

તો આજે સવારે બન્ને દીકરીના મૃતદેહ કલોલ કેનાલમાંથી મળી આવ્યા હતા અને ફાયર વિભાગે મૃતદેહને બહાર કાઢયા છે, તો પોલીસે પરિજનોના પણ નિવેદન લીધા છે અને મૃતદેહને પીએમ માટે મોકલી આપ્યા છે, પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, મૃતક સુખી પરિવારમાં હતા અને કેમ આપઘાત કર્યો તેનું કારણ અકબંધ છે, તો પારિવારીક સમસ્યાથી આ પગલુ ભર્યુ હોઈ શકે છે તેવી પોલીસને આશંકા છે, મૃતકને કુલ 3 જગ્યાએ પેટ્રોલપંપ છે.

સાંતેજ પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

આ અંગે સાંતેજ પોલીસે હાલમાં તો અકસ્માતે મોતનો ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે, ગઈકાલે સવારે ધીરજ તેમની બંને દીકરીઓને આધાકાર્ડ કઢાવવાનું કહીને ઘરેથી ગાડી લઈને નીકળ્યા હતા. તો ધીરજે ગાડીનું લોકેશન અને મોબાઈલનો પાસવાર્ડ પણ પરિજનોને મોકલ્યો હોવાની વાત સામે આવી છે, મૃતકની ગાડી શેરીસા પાસેના નર્મદા કેનાલમાંથી મળી આવી હતી અને જ્યારે ધીરજની હજી સુધી કોઈ ભાળ મળી નથી. ધીરજને વડસર ઉપરાંત અન્ય બે જગ્યાએ પેટ્રોલ પંપ હોવાનું પણ જાણવા મળ્યું છે.

આપઘાત કરવાનું મુખ્ય કારણ ભવિષ્યનો ભય છે

ખોટું કર્યું તેની જાણ અન્યને થશે તેનો મોટો ડર હોય છે. શાળા-કોલેજોમાં બાળકો એકલતા અનુભવે છે. મને નોકરી નહીં મળે તો ? લગ્ન માટે વર કે કન્યા ન મળે ત્યારે યુવાધનને અસ્વીકાર્યતાનો ભય મોટો હોય છે. ભવિષ્ય માટે આવી ચિંતા માનસિક સ્ટ્રેસ ઊભો કરે છે. મોટેભાગે અશાંત અને અપરાધી માનસિકતા ડ્રગ્સ અને ગુનાખોરી તરફ્ વાળે છે. જ્યારે સરળ અને મહેનતું યુવાનો છેતરાય છે અથવા કોઈ ષડ્યંત્રનો ભોગ બને કે તેને નિષ્ફળતા મળે ત્યારે તે આત્મહત્યાનો માર્ગ પસંદ કરે છે.

  • Follow us on: