ગાંધીનગર જિલ્લાના કલોલમાં એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા લાંચરુશવત વિરોધી સફળ ટ્રેપ ગોઠવવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન રૂ.15,000ની લાંચ લેતા બે પોલીસકર્મી સહિત કુલ ત્રણ આરોપીઓ રંગેહાથ ઝડપાઈ ગયા હતા. ACBની આ ત્વરિત કાર્યવાહીથી સરકારી કચેરીઓ અને પોલીસ બેડામાં ભારે ખળભળાટ મચી ગયો છે.
ઓનલાઈન જુગારનો કેસ પતાવવા માટે માંગી હતી લાંચ
મળતી વિગતો અનુસાર, ઓનલાઈન જુગાર સંબંધિત એક કેસની પતાવટ કરવા અને ફરિયાદી સામે કાનૂની કાર્યવાહી હળવી કરવાના બદલામાં આરોપીઓ દ્વારા રૂ.15,000ની લાંચની માંગણી કરવામાં આવી હતી. ફરિયાદી લાંચ આપવા માંગતા ન હોવાથી તેમણે આ અંગે ACBનો સંપર્ક કરી સમગ્ર મામલાની ફરિયાદ કરી હતી.
