ગાંધીનગરના પેથાપુર પોલીસ સ્ટેશન વિસ્તારમાં 17 વર્ષની સગીરા સાથે દુષ્કર્મની ગંભીર ઘટના સામે આવી છે. આ અંગે માહિતી આપતા ASP આયુષ જૈને જણાવ્યું હતું કે આરોપી સગીરાને સેક્ટર 16 સ્થિત એક હોટલમાં લઈ ગયો હતો, જ્યાં તેણે સગીરા પર દુષ્કર્મ આચર્યું હતું. આ મામલે ગત 7 ઓગસ્ટના રોજ પેથાપુર પોલીસ સ્ટેશનમાં વિધિવત ફરિયાદ નોંધાવવામાં આવી હતી.
સારવાર દરમિયાન સગીરાનું મોત
દુષ્કર્મની ઘટના બાદ સગીરાની તબિયત અચાનક લથડી હતી, જેથી તેને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવી હતી. સ્થિતિ વધુ ગંભીર બનતાં તેને અલગ અલગ હોસ્પિટલોમાં સારવાર માટે લઈ જવામાં આવી હતી. જોકે, તબીબોના અથાક પ્રયાસો છતાં સારવાર દરમિયાન સગીરાએ દમ તોડ્યો હતો. સગીરાના મોતને પગલે પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે.
