ગુજરાતમાં ભારતીય બનાવટના વિદેશી દારૂની હેરાફેરીના અનેક કિસ્સાઓ પ્રકાશમાં આવતા હોય છે. રાજ્યમાં અન્ય રાજ્યોમાંથી ઘૂસાડવામાં આવતો દારૂનો જથ્થો પોલીસના હાથે પકડાતો હોવાના અહેવાલો પણ સામે આવતા હોય છે. ત્યારે પંજાબથી રેલવે દ્વારા ગુજરાતમાં ઘૂસાડવામાં આવતા દારૂના જથ્થાનો પર્દાફાશ થયો છે. સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા 1.42 કરોડની કિંમતનો દારૂનો જથ્થો પકડી પાડવામાં આવ્યો છે.
1.42 કરોડનો વિદેશી દારુ પકડી પાડ્યો
સ્ટેટ મોનિટરિંગ સેલના એસપી મયુર ચાવડાએ કહ્યું હતું કે, 22 નવેમ્બરે પંજાબથી ઘૂસાડવામાં આવતા દારુ અંગે એસએમસીના પીઆઈને બાતમી મળી હતી. રેલવે મારફતે લાવવામાં આવી રહેલા દારૂની માહિતી મળી હતી. દારુ ભરેલુ કન્ટેનર મુંદ્રા પહોંચ્યું હોવાની માહિતી પણ મળી હતી. પોલીસે બાતમીને આધારે આ કન્ટેનર પકડી પાડ્યું હતું. જેમાંથી પોલીસે 1.42 કરોડનો વિદેશી દારુ પકડી પાડ્યો હતો.













