અમદાવાદ શહેરના સોલા હાઈકોર્ટ પો.સ્ટે. ગુ.ર.નં-૧૧૧૯૧૦૪૫૨૨૧૧૯૩/૨૦૨૨, ઈ.પી.કો. કલમ-૪૧૯, ૪૨૦, ૪૬૫, ૪૬૭, ૪૬૮, ૪૭૧, ૧૨૦(બી) તથા ભારતીય પાસપોર્ટ એકટ કલમ-૧૨ મુજબના કબુતરબાજીના ગુનાની તપાસ સ્ટેટ મોનીટરીંગ સેલમાં ચાલી રહી છે, ત્યારે આ ગુનામાં આર્થિક લાભ મેળવવા માટે અને ગુનાહિત કાવતરૂ રચી અમેરીકા જવા ઇચ્છતાં વ્યક્તિઓનો સંપર્ક કરી-કરાવડાવી. ગેરકાયદેસર રીતે અમેરિકા મોકલનાર બોબી પટેલનો ભાગીદાર બિપિન દરજી ઝડપાયો.


[[$googlead]]

રાધનપુર રોડ પરથી આરોપીની કરાઈ ધરપકડ

ગેરકાયદેસર રીતે અમરીકા મોકલવા માટે તેમના ખોટા તેમજ બનાવટી પાસપોર્ટ દ્રારા અલગ-અલગ દેશોના વિઝા મેળવવા માટેના ખોટા તેમજ બનાવટી દસ્તાવેજો બનાવી-બનાવડાવી. તે દસ્તાવેજોનો ખરા તરીકે ઉપયોગ કરી. ભારત દેશ તેમજ અન્ય દેશોની સરકાર સાથે છેતરપિંડી કરી. તેના આધારે અલગ અલગ દેશોના વિઝા મેળવી. પેસેન્જરોને ખોટી ઓળખ ધારણ કરાવડાવી, ગેરકાયદેસર રીતે અમેરીકા ખાતે મોકલવાની કબુતરબાજીની પ્રવૃત્તિમાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલ સાથે સંકળાયેલ ભાગીદાર/એજન્ટ આરોપી બિપિન સોમાભાઇ દરજી રહે. સી/૧૮, આસ્થા નિવાસ બંગ્લોઝ, કાશી વિશ્વનાથ મંદિર સામે, રાધનપુર રોડ, મહેસાણાની ધરપકડ કરવામાં આવી છે.

[[$alsoread]]

આરોપીને લઈ આગોતરા રોકડ ઈનામ જાહેર કરાવવામાં આવેલ હતું.

આરોપી બિપિન સોમાભાઇ દરજી ઉપરોક્ત ગુનામાં નાસતો-ફરતો હોવાથી તેની વિરૂધ્ધ પ્રથમ CRPC કલમ - 70 મુજબ વોરટ મેળવવામાં આવેલ હતું. તેમ છતાં આરોપી નહીં મળી આવતાં આરોપી વિરૂધ્ધ CRPC કલમ 82 મુજબ જાહેરનામું બહાર પાડવામાં આવ્યુ હતુ જેની બજવણીની કાર્યવાહી કરવા છતાં હાજર થયો ન હતો અને ધરપકડની બીકે તે નાસતો ફરતો રહેતો હતો, આરોપીના ભારતીય પાસપોર્ટ નંબર આધારે ઈમીગ્રેશન ડીપાર્ટમેન્ટ, ગૃહ મંત્રાલય, ભારત સરકાર મારફતે લુક આઉટ સકર્યુલર (Look out Circular) ઈસ્યુ કરાવવામાં આવેલ હતી તેમજ ઉપરોક્ત આરોપીને પકડવા માટે બાતમી આપનાર તથા મદદરૂપ થનાર વ્યક્તિ માટે ડી.જી.પી.ના પત્ર ક્રમાંક:-જી-૧/ક્રાઈમ/ટે-૨/આગોતરા ઈનામ/૨૩/૨૦૬૧/ ૨૦૨૩ થી રૂપિયા ૨૫,૦૦૦/- આગોતરા રોકડ ઈનામ જાહેર કરાવવામાં આવેલ હતું.

મોડીરાત્રે આરોપીની કરાઈ અટક

આરોપી બિપિન સોમાભાઇ દરજી મહેસાણા જિલ્લાના વિજાપુર ખાતે આવનાર હોવાની ટેક્નીકલ સોર્સીસ તથા હ્યુમન સોર્સીસથી મળેલ માહિતી આધારે બે ટીમોએ આરોપીની વોચ-તપાસમાં મોકલી આપી હતી. જે ટીમો દ્વારા આરોપીને વિજાપુર ચોકડી ખાતેથી હસ્તગત કરી, સ્ટેટ મોનીટરીંગ સેલની કચેરી ખાતે લાવી તેની અટક કરવામાં આવી છે.

આરોપી ભારતના અલગ-અલગ રાજયોમાં છેલ્લા અઢી વર્ષથી ફરતો હતો

આરોપીની પૂછપરછમાં પોતે ગેરકાયદેસર રીતે લોકોને અમેરીકા મોકલવાના ધંધામાં મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી રામભાઈ પટેલનો ભાગીદાર હોવાનું અને અમેરીકા જવા ઈચ્છુક ગ્રાહકો લઈ આવવા તથા તેઓના ડોક્યુમેન્ટ ભેગા કરી ફાઈલ બનાવી, તે ફાઈલ કયા એજન્ટને આગળના કામ માટે આપવી તથા તે ગ્રાહકના પેમેન્ટની જવાબદારી સહ આરોપીઓ સાથે મળી કરતો હોવાનું અને પોતાની વિરૂધ્ધ ઉપરોક્ત ગુનો દાખલ થતાં, પોતે વિસનગર, મહેસાણા, ઉંઝા, વિજાપુર, રાજસ્થાન રાજ્યના જેસલમેર, બિકાનેર, રણુજા તથા મુંબઈ ખાતે છેલ્લા અઢી વર્ષથી નાસતો-ફરતો રહેતો હોવાની વાત સામે આવી છે.

આ ગુનામાં અત્યારસુધી કુલ 12 આરોપીઓ ઝડપાયા

આરોપી પાસેથી મોબાઈલ ફોન નંગ-૦૧, ફોરવ્હિલ કાર નંગ-૦૧ તથા રોકડા રૂપિયા ૧૨૦૦/- મળી કુલ રૂપિયા ૫,૦૬,૨૦૦/-નો મુદ્દામાલ કબ્જે કરી, આરોપીની ઊંડાણપૂર્વક તપાસ હાથ ધરવામાં આવેલ છે. આ ગુનામાં આજદિન સુધી કુલ-૧૨ આરોપીઓ પકડાયેલ છે જે પૈકી મુખ્ય આરોપી ભરત ઉર્ફે બોબી પટેલ સહિત કુલ ૦૩ આરોપીઓ છેલ્લા અઢી વર્ષથી જ્યુડીશિયલ કસ્ટડીમાં છે, જે તમામ આરોપીઓ વિરૂધ્ધ ચાર્જશીટ કરવામાં આવેલ છે અને ઉપરોક્ત ગુનામાં વધુ પુરાવા મેળવવા તપાસ હાલ ચાલુ છે.


  • Follow us on: