ગાંધીનગરના દહેગામ તાલુકાના ગુલાદણ ગામમાં ગેરકાયદેસર રીતે ચાલી રહેલી શંકાસ્પદ ઘી બનાવવાની ફેક્ટરી પર રેન્જ IGની ટીમે દરોડો પાડીને મોટો પર્દાફાશ કર્યો છે. ગુપ્ત બાતમીના આધારે કરવામાં આવેલી આ સફળ કાર્યવાહી દરમિયાન સ્થળ પરથી ભેળસેળયુક્ત ઘીનો મોટો જથ્થો ઝડપી પાડવામાં આવ્યો છે.

એસન્સ અને કલર ભેળવી બનાવાતું હતું નકલી ઘી

પોલીસ તપાસમાં સામે આવ્યું છે કે આ ફેક્ટરીમાં લોકોના આરોગ્ય સાથે ખુલ્લેઆમ ચેડાં કરવામાં આવી રહ્યા હતા. કેમિકલ, વિવિધ એસન્સ અને કૃત્રિમ કલર ઉમેરીને શંકાસ્પદ નકલી ઘી તૈયાર કરવામાં આવતું હતું. આ ફેક્ટરીમાં ઘીના ઉત્પાદનથી લઈને તેના પેકિંગ સુધીની તમામ પ્રક્રિયા એક જ જગ્યાએ બિનઅધિકૃત રીતે કરવામાં આવતી હતી.

અંજની અને અનુજ બ્રાન્ડ નામે વેચાણ, આખી ફેક્ટરી સીલ

ભેળસેળિયાઓ આ શંકાસ્પદ ઘીને 'અંજની' અને 'અનુજ' જેવી જાણીતી બ્રાન્ડના નામે પેક કરીને બજારમાં વેચવાનું મોટું કૌભાંડ ચલાવી રહ્યા હતા. રેન્જ IGની ટીમે ઘટનાસ્થળેથી તૈયાર તેમજ અડધા બનેલા ઘીનો મોટો જથ્થો જપ્ત કર્યો છે અને આખી ફેક્ટરીને સીલ કરી આગળની કાયદેસરની ધારાધોરણ મુજબની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો : Gandhinagar News : ધોરણ 3થી 8ના વિદ્યાર્થીઓ માટે મહત્વના સમાચાર, પ્રથમ ત્રિમાસિક કસોટીનું ટાઈમ ટેબલ જાહેર