ગુજરાત એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ (ATS) એ આતંકવાદી ગતિવિધિઓ સામે મોટી કાર્યવાહી કરતા નવસારીમાંથી ફૈઝાન શેખ નામના શખ્સની ધરપકડ કરી છે. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે ફૈઝાન પ્રતિબંધિત આતંકવાદી સંગઠન જૈશ-એ-મોહમ્મદની કટ્ટરપંથી વિચારધારાથી અત્યંત પ્રભાવિત હતો. તે સોશિયલ મીડિયા અને અન્ય માધ્યમો દ્વારા આતંકવાદી સંગઠનોના સંપર્કમાં રહીને ગુજરાતમાં ભય અને આતંક ફેલાવવાનું ગંભીર ષડયંત્ર રચી રહ્યો હતો. ATS ની સતર્કતાને કારણે આ લોહિયાળ ખેલ ખેલાય તે પહેલા જ આરોપીને દબોચી લેવામાં આવ્યો છે.


ફૈઝાન શેખના ટાર્ગેટમાં દિલ્હીના સાત યુવકો હતાં.

આ આતંકીને લઈને મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી ફૈઝાન શેખના ટાર્ગેટમાં દિલ્હીના સાત યુવકો હતાં. પયગંબર વિરૂદ્ધ કોમેટ કરનારા દિલ્હીના સાત યુવકે આ આતંકવાદીના ટાર્ગેટ પર હતાં. તેણે આ સાત યુવકોની હત્યા કરવાનો કારસો રચ્યો હતો. ગુજરાત એટીએસ દ્વારા આ સાત યુવકોની સુરક્ષાને લઈને કાર્યવાહી ચાલુ કરાઈ છે. આ કેસમાં ગુજરાત એટીએસે વધુ તપાસ હાથ ધરી છે. દિલ્હીના અભિષેક પાંડે, દક્ષ ચૌધરી, ગૌરવ રાજપૂત, ડો પ્રકાશ, યુધી રાણા, અકકુ પંડિત અને વિકરાત નામના યુવકો આ આતંકીના ટાર્ગેટ પર હતાં.

હુમલો કરવાની ફિરાકમાં હોવાની આશંકા

ધરપકડ કરાયેલા આરોપી ફૈઝાન શેખ પાસેથી તપાસ દરમિયાન ગેરકાયદેસર હથિયારો અને વિસ્ફોટક દારૂગોળાનો જથ્થો પણ મળી આવ્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર, તે રાજ્યના સંવેદનશીલ સ્થળોએ હુમલો કરવાની ફિરાકમાં હોવાની આશંકા છે. હાલમાં ATS ની ટીમ તેની કડક પૂછપરછ કરી રહી છે જેથી તેના અન્ય સાગરીતો અને તેને આર્થિક મદદ પૂરી પાડતા નેટવર્ક વિશે માહિતી મેળવી શકાય. આ ઘટના બાદ નવસારી સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં સુરક્ષા એજન્સીઓ દ્વારા દેખરેખ વધારી દેવામાં આવી છે.


આ પણ વાંચોઃ Ahmedabad News : જમીન સંપાદન મુદ્દે હાઈકોર્ટે ASIના અધિકારીને ખખડાવ્યા, કોર્ટને રમકડું સમજો છો કહી 1 લાખ દંડ ફટકાર્યો



  • Follow us on: