ISIS મોડયુઅલના આતંકીઓ ગુજરાતના ગાંધીનગરમાંથી ઝડપાયા છે અને ઝડપાયેલા આતંકીઓ અલગ અલગ મોડયુઅલ સાથે સંકળાયેલા હતા અને ગાંધીનગરથી એક આતંકી ઝડપાયો હતો અને તેની પૂછપરછના આધારે અન્ય બે આંતકીની ધરપકડ કરવામાં આવી છે, એક આરોપી હૈદરાબાદનો હોવાનું સામે આવ્યું છે.
ગુજરાત એટીએસએ ઝડપ્યા આતંકીઓ
ગુજરાત એટીએસએ ગાંધીનગરમાંથી 3 આતંકીઓને ઝડપી પાડયા છે અને આતંકી કાવતરું રચનારની ધરપકડ કરવામાં આવી છે, ગુજરાતમાં કયાં અને કેવી રીતે પ્રવેશ કર્યો તેને લઈ ગુજરાત એટીએસ પૂછપરછ કરી રહી છે સાથે સાથે ઝડપાયેલ આતંકીઓ પાસેથી હથિયાર પણ મળી આવ્યા છે. ગાંધીનગરના અડાલજ પાસેથી આ આતંકીઓ ઝડપાયા હોવાની વાત સામે આવી છે, ત્રણેય શખ્સ કઈ આતંકી પ્રવૃત્તિ સાથે સંકળાયેલા હતા. કોઈ આતંકી હુમલા સહિતના કોઈ ઘટનાને અંજામ આપવાના હતા કે કેમ તે સમગ્ર મામલે હાલ ATS દ્વારા પૂછપરછ કરવામાં આવી રહી છે.
અલકાયદાની માસ્ટર માઈન્ડ મહિલા આતંકીની 4 મહિના અગાઉ ગુજરાત એટીએસએ કરી હતી ધરપકડ
ગુજરાત એટીએસને વધુ એક મહિલા આતંકી ઝડપવામાં સફળતા મળી હતી જેમાં અલકાયદાની માસ્ટ માઈન્ડ આતંકી મહિલા સમા પરવીનની બેંગ્લુરથી ધરપકડ કરવામાં આવી હતી, આતંકીઓના ઈન્સ્ટાગ્રામના ગ્રુપમાં આ મહિલા જોડાયેલી હતી, તો આતંકી ગતિવિધિમાં આ મહિલા સામેલ હોવાની વાત સામે આવી હતી. મહિલા આતંકી પાકિસ્તાન સાથે સંકળાયેલી હોવાની વાત સામે આવી હતી.
23 જુલાઈ 2025ના રોજ ઝડપાયા હતા 4 આતંકી
ગુજરાત ATSએ પકડેલા 4 આતંકીઓને લઈ મોટા ખુલાસો થયો હતો જેમાં મોબાઈલમાંથી ગુજરાત ATSને મળ્યો સૌથી મોટો પુરાવો, આંતકીઓ રાષ્ટ્ર અને હિન્દુ વિરોધીઓને પ્રોત્સાહન આપવાનું કામ કરતા હોવાની વાત સામે આવી છે, શરિયા લાગુ કરવા માટે પ્રોત્સાહન રૂપે શેર કરતા વીડિયો સામે આવ્યો છે, અમેરિકા પોતાનું હેડ ક્વાર્ટર ન બચાવી શક્યાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો છે, કાબૂલના બેઝ કેમ્પમાં હુમલાનો વીડિયોમાં ઉલ્લેખ કરાયો હતો.









