“સાઇબર ક્રાઇમ રિફંડ પોર્ટલ – તેરા તુઝકો અર્પણ” પહેલ ગુજરાત માટે અસરકારક સાબિત થઈ રહી છે. સામાન્ય જનતાને ટેકનોલોજીની માયાજાળમાં ફસાવી આજે અનેક છેતરપિંડીના કેસો બને છે. ગુજરાત પોલીસની તેરા તુઝકો અર્પણ પહેલ નાગરિકોને એમની સાયબર ફ્રોડની ફરિયાદો પોલીસ સુધી પહોંચાડવા અને ઉકેલ મેળવવા મદદરુપ થઈ રહી છે.


ફરિયાદ ઝડપથી પોલીસ સેલ સુધી પહોંચે છે
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં સરકારે 'સાઈબર ક્રાઈમ રિફંડ પોર્ટલ' એટલે કે “તેરા તુઝકો અર્પણ"શરૂ કર્યું, જે ઓનલાઇન ઠગાઈના શિકાર થયેલા લોકોને મદદરૂપ બને છે. પોલીસ મહાનિર્દેશક વિકાસ સહાય જણાવે છે કે આ પોર્ટલ ઉપર ફરિયાદ કરવાની પ્રક્રિયા સરળ છે અને ફરિયાદ ઝડપથી પોલીસ સેલ સુધી પહોંચે છે.

1930 પર કૉલ કરીને પણ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકાય છે
આ પોર્ટલ ઉપર કોઈ પણ સાયબર છેતરપિંડીનો ભોગ બનેલા વ્યક્તિ સીધી જ ફરિયાદ નોંધાવી શકે છે. જેને સાયબર ક્રાઇમ સેલ ટીમ દ્વારા ટ્રેક કરવામાં આવે છે ત્યારબાદ પૈસા પરત મેળવવાની પ્રક્રિયા શરૂ થાય છે.આ ઉપરાંત, હેલ્પલાઇન નંબર 1930 પર કૉલ કરીને પણ સાયબર ક્રાઇમની ફરિયાદ નોંધાવી શકાય છે.

અનેક કેસોમાં માત્ર 24થી 48 કલાકમાં પૈસા પાછા મળ્યા છે
આ પોર્ટલની ખાસિયત એ છે કે તે રીઅલ ટાઈમ ટ્રેકિંગની સુવિધા આપે છે, જેના કારણે નાગરિકોને વારંવાર પોલીસ સ્ટેશનના ધક્કા ખાવાની જરૂર પડતી નથી. અનેક કેસોમાં માત્ર 24થી 48 કલાકમાં પૈસા પાછા મળ્યા છે. ગાંધીનગરના રહેવાસી ડૉ. પ્રિયંક પણ ઓનલાઇન છેતરપિંડીનો ભોગ બન્યા હતા, સાયબર સેલની મદદથી તેમને 48 કલાકમાં તેમના પૈસા પરત મળી ગયા. હજારોથી વધુ લોકોને આ પોર્ટલ દ્વારા રાહત મળી ચૂકી છે. સાઇબર ક્રાઈમ સામે લડવાની આ નવી પહેલ માત્ર ટેક્નોલોજી નહીં, પણ ભરોસાની નવી ચાવી છે. 
  • Follow us on: