ઓપરેશન ડેલ્ટા હન્ટ એક એવું મહાઓપરેશન જેણે ઘૂસણખોરો અને ગેરકાયદેસર રહેતા લોકોની ઊંઘ હરામ કરી દીધી છે. ગુજરાત પોલીસ દ્વારા રાજ્યભરમાં એક સાથે ઓપરેશન ડેલ્ટા હન્ટ હાથ ધરવામાં આવ્યું છે.આ કોઈ સામાન્ય ઓપરેશન નહોતું પરંતુ હાઇટેક ટેકનોલોજી અને ડેટા ડ્રિવન પોલીસિંગનો નમૂનો છે.આ ઓપરેશનની શરૂઆત ક્યાંથી થઈ અને કેવી રીતે પોલીસે આ આખા નેટવર્કનો પર્દાફાશ કર્યો આવો જોઈએ સંદેશ ન્યૂઝના આ ખાસ રિપોર્ટમાં.


આદેશાત્મક સૂચનાના આધારે સમગ્ર કામગીરીનો પાયો નખાયો

આશરે છ મહિના પહેલાં નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી દ્વારા એક મહત્વની સૂચના આપવામાં આવી હતી.સેન્ટર ઓફ એક્સેલન્સ દ્વારા ટેકનિકલ અને ડેટા ડ્રિવન પોલીસિંગ પર કામ કરવાની આદેશાત્મક સૂચનાના આધારે આ સમગ્ર કામગીરીનો પાયો નખાયો હતો.ડીજીપી દ્વારા આ મિશનને નામ આપવામાં આવ્યું ઓપરેશન ડેલ્ટા હન્ટ.આ ઓપરેશનને સફળ બનાવવા માટે સેન્ટર ઓફ એક્સેલન્સની સાથે સ્ટેટ આઇબી, ક્રાઇમ બ્રાન્ચ, સાયબર સેલ અને તમામ જિલ્લા-શહેરોની એસઓજીની ટીમો રાત-દિવસ એક કરી રહી હતી.જ્યારે રાજ્ય સ્તરે એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ એટલે કે ATSએ પણ આમાં ખૂબ જ મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી છે.

ઓન-ગ્રાઉન્ડ એક્શન લેવું એ અત્યંત પડકારજનક

સાયબર સેન્ટર ઓફ એક્સેલેન્સના એસપી રાજદીપસિંહ ઝાલાએ કહ્યું હતું કે, ભારત અને બાંગ્લાદેશની બોર્ડરનો જે મુખ્ય વિસ્તાર છે તેને 'ગંગેશ ડેલ્ટા' તરીકે ઓળખવામાં આવે છે. આ ડેલ્ટા પ્રદેશમાંથી ઇલ્લીગલ ઇમિગ્રેશન એટલે કે ગેરકાયદેસર રીતે ભારતમાં ઘૂસી આવેલા લોકો પર નજર રાખવા અને તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવા માટે જ આ ઓપરેશન ચલાવવામાં આવી રહ્યું છે.મોટો પડકાર ફિલ્ડ યુનિટ માટે હતો કેમ કે મળેલા હજારો નંબરોનું કમ્પ્લીટ વેરિફિકેશન કરવું, પુરાવાઓ એકઠા કરવા અને રો ઇન્ટેલિજન્સ ને એક્શનેબલ ઇન્ટેલિજન્સમાં બદલીને ઓન-ગ્રાઉન્ડ એક્શન લેવું એ અત્યંત પડકારજનક હતું, જેને ફિલ્ડ યુનિટ્સે પાર પાડ્યું છે.

ડેટા એકત્રિત કરીને તેનું ઝીણવટભર્યું એનાલિસિસ

આ ઓપરેશન કોઈ ચોક્કસ ઇનપુટ કે બાતમીના આધારે શરૂ નહોતું થયું.ગુજરાત પોલીસની ટેકનિકલ ટીમ દ્વારા અત્યંત આધુનિક એવી પ્રો-એક્ટિવ ડેટા એનાલિટિક્સ પદ્ધતિનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. સમયાંતરે ડેટા એકત્રિત કરીને તેનું ઝીણવટભર્યું એનાલિસિસ કરવામાં આવ્યું. મળેલા રો ડેટા પર કોરોબોરેટિવ કામગીરી કરવામાં આવી, હ્યુમન ઇન્ટેલિજન્સનો ઉપયોગ કરાયો અને કમ્યુનિકેશન પેટર્નના આધારે શંકાસ્પદ કમ્યુનિકેશન આઇડેન્ટિફાઇડ કરવામાં આવ્યા. શરૂઆતના તબક્કામાં જ રો ડેટામાંથી આશરે 6200 જેટલા ટાર્ગેટ્સ મળી આવ્યા હતા, જેને તુરંત જ તમામ યુનિટ્સ સાથે શેર કરવામાં આવ્યા. પરંતુ, સૌથી મોટો પડકાર કોની સામે હતો? સૌથી મોટો પડકાર હતો મેદાન પર કામ કરતી ફિલ્ડ યુનિટ્સ સામે.

ઘૂસણખોરો વિરુદ્ધની લડાઈમાં એક નવો ઈતિહાસ

આ સમગ્ર ઓપરેશનની સૌથી ધ્યાનાકર્ષક અને ચોંકાવનારી બાબત એ રહી કે, એક જ સમયે સમગ્ર રાજ્યમાં આ ઓપરેશન લાઈવ કરવામાં આવ્યું. કોઈ પણ શંકાસ્પદ વ્યક્તિ કે ઘૂસણખોર ભાગી ન જાય તે માટે રેલવે સ્ટેશનો, બસ સ્ટેન્ડો, હાઇવે અને તમામ એક્ઝિટ પોઇન્ટ્સ પર ચુસ્ત નાકાબંધી કરી દેવામાં આવી હતી. પરિણામે, ગુજરાત પોલીસની સતર્કતાને કારણે 18 થી 20 જેટલા લોકોને ભાગતા પકડી પાડવામાં આવ્યા છે. ​ગુજરાત પોલીસની આ સચોટ વ્યૂહરચના અને ટેકનોલોજીના સમન્વયે ઘૂસણખોરો વિરુદ્ધની લડાઈમાં એક નવો ઈતિહાસ રચ્યો છે.


આ પણ વાંચોઃ Gujarat News: ભાજપે રાજ્યસભાની ચૂંટણી માટે ગુજરાતમાંથી ચાર ઉમેદવારો જાહેર કર્યા


  • Follow us on: