રાજકોટમાં રોકાણના નામે 26 કરોડની મેગા ઠગાઈના એક ગંભીર કેસમાં કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાત પોલીસના સાયબર સેન્ટર ઓફ એક્સલન્સ દ્વારા આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે.


રાજકોટમાં રોકાણના નામે ઠગાઈ કેસમાં કાર્યવાહી

પ્રાથમિક માહિતી મુજબ, દસ દિવસ પહેલા જ આ મામલે ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. આરોપીઓએ ફરિયાદીને વિશ્વાસમાં લેવા માટે એક ફાઈનલ ટૂ (Final Two) નામનું વેબપેજ બનાવ્યું હતું. શરૂઆતમાં, ફરિયાદીને 500 (અંદાજે 40,000)નું રોકાણ કરાવ્યું હતું અને તેના પર નફો પણ આપ્યો હતો, જેથી રોકાણકારને ગેંગ પર પૂરો વિશ્વાસ બેસી જાય. આ વિશ્વાસ કેળવાયા બાદ, ફરિયાદીએ આ ગેંગના કહેવાથી કુલ 26 કરોડનું જંગી રોકાણ કર્યું હતું, જે બાદમાં પરત ન મળતા ઠગાઈ થયાની ફરિયાદ નોંધાઈ હતી.

મુખ્ય સુત્રધાર સહિત કુલ 7 આરોપીઓની ધરપકડ

સાયબર સેન્ટર ઓફ એક્સલન્સે આ કૌભાંડના મુખ્ય સૂત્રધાર સહિત 7 આરોપીઓને ઝડપી પાડ્યા છે. આ કૌભાંડમાં ઇન્ડસઇન્ડ બેંક (IndusInd Bank)ના એક કર્મચારીની પણ સંડોવણી બહાર આવતા તેની ધરપકડ કરવામાં આવી છે, જેણે કમિશનની લાલચે આ ઠગાઈમાં મદદ કરી હતી.પોલીસ હવે આ ગેંગ ભારતમાં અન્ય કેટલા ગુનાઓમાં સામેલ છે અને તેના તાર ક્યાં સુધી લંબાયેલા છે તેની સઘન તપાસ કરી રહી છે. આ ઓનલાઈન રોકાણ કૌભાંડમાં સંડોવાયેલા અન્ય આરોપીઓને પકડવા માટે વધુ તપાસ ચાલી રહી છે.


વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ 

  • Follow us on: