ગીર સોમનાથના તાલાલા ગીરના એથીઝ ફાર્મ હાઉસમાં દારુની મહેફિલ ઝડપાઈ છે જેમાં 23 નબીરાઓ દારૂની મહેફિલ માણતા ઝડપાયા છે, દારુની મહેફિલ સમયે પોલીસે દરોડા પાડયા છે અને સુરત-હડમતીયા રોડ પર એથીઝ ફાર્મમાં દરોડા પાડયા હતા, પોલીસને બાતમી મળી હતી કે અલગ-અલગ જિલ્લામાંથી દારૂ પીવા માટે બધા ફાર્મ હાઉસમાં ભેગા થયા છે અને તે બાતમીના આધારે દરોડા પાડયા.


[[$googlead]]

ઝડપાયેલા તમામ આરોપીઓ ગોંડલ-રાજકોટના

પોલીસે દરોડા પાડીને 23 નબીરાઓને ઝડપી પાડયા છે અને દારુ સહિત 41 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે, આરોપીઓ રાજકોટ અને ગોંડલના વતની છે, પોલીસે રાત્રે દરોડા પાડયા અને તમામને ઝડપી પાડયા છે, મહત્વનું છે કે, ગીર સોમનાથના અલગ-અલગ રીસોર્ટમાં આ રીતે લોકો દારૂ અને જુગાર માટે આવતા હોય છે પરંતુ પોલીસની સતર્કતાના કારણે તમામ લોકો ઝડપાઈ ગયા છે, પોલીસે તમામને સરકારી હોસ્પિટલમાં મેડિકલ ટેસ્ટ માટે મોકલ્યા છે.

[[$alsoread]]

તાલાલા ગીરના એથીઝ ફાર્મ હાઉસ પર પોલીસનો દરોડો

દારૂની મહેફિલ માણતા તમામ આરોપીઓ વિરુદ્ધ પ્રોહીબિશન એક્ટ કલમ-૬૬(૧)બી,૬૫(એએ),૮૬,૭૫(એ),૮૧મુજબનો ગુનો નોંધી જેલ હવાલે કરાયા છે, અગાઉ પણ એક ફાર્મ હાઉસમાં જુગાર રમતા લોકોને પોલીસે ઝડપી પાડયા હતા તેમાં પણ અમદાવાદ અને અન્ય જિલ્લાના લોકો જુગાર રમવા માટે ભેગા થયા હતા અને તેમને ઝડપી પાડવામાં આવ્યા હતા. 

  • Follow us on: