ગીર સોમનાથ જિલ્લા સાયબર ક્રાઇમ સેલે દેશવ્યાપી કડીઓ જોડીને રૂપિયા 310 કરોડના સાયબર ફ્રોડનો પર્દાફાશ કર્યો છે. આ આખું ઓપરેશન વન-મેન આર્મીની જેમ લીડ કરી રહેલા એસપી જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ ‘ઓપરેશન મ્યુલ હન્ટ 2.૦’ અંતર્ગત પાર પાડવામાં આવ્યું છે. આ ઓપરેશનમાં પોલીસે વેરાવળ, રાજકોટ અને દ્વારકાથી ગેંગના ૫ સભ્યોને દબોચી લીધા છે જેઓ ગુનાખોરીના પૈસા છુપાવવા માટે ભાડે ખાતા પૂરા પાડતા હતા.


[[$googlead]]

 આ મ્યુલ એકાઉન્ટ કૌભાંડ કઈ રીતે આચરાતું ?

સાયબર પોલીસે તપાસ દરમિયાન જોયું કે, ઇન્ટરનેશનલ સાયબર ઠગો સીધા પોતાના બેંક ખાતા વાપરતા નથી. તેઓ ભારતમાં રહેલા આવા સ્થાનિક એજન્ટોનો સંપર્ક કરે છે. પકડાયેલા ૫ આરોપીઓ ગરીબ, મધ્યમવર્ગીય અથવા અજ્ઞાત લોકોના નામે ખોટા ડોક્યુમેન્ટ્સ ઉભા કરીને અથવા લાલચ આપીને જુદી જુદી બેંકોમાં કરન્ટ અને સેવિંગ એકાઉન્ટ ખોલાવતા હતા. આ ખાતાના કંટ્રોલ (નેટ બેંકિંગ, એટીએમ કાર્ડ અને સિમ કાર્ડ) તેઓ સાયબર ગુનેગારોને સોંપી દેતા હતા. જેના બદલામાં તેમને ટ્રાન્ઝેક્શનના આધારે 1 થી 5 ટકા સુધીનું તગડું કમિશન મળતું હતું.

કુલ 310 કરોડના શંકાસ્પદ અને ગેરકાયદેસર વ્યવહારો

જ્યારે પણ દેશમાં કોઈ વ્યક્તિ સાથે ઓનલાઇન છેતરપિંડી થતી, ત્યારે તે પૈસા સીધા આ 'મ્યુલ એકાઉન્ટ્સ' માં જમા થતા હતા. ગીર સોમનાથ પોલીસે જ્યારે આ આરોપીઓના એકાઉન્ટ સ્ટેટમેન્ટ્સ કઢાવ્યા ત્યારે ટેકનિકલ ટીમની આંખો ફાટી ગઈ હતી. ગેંગના બેંક ઓફ ઇન્ડિયા (BOI) ના ખાતાઓમાંથી 282 કરોડ અને કેનરા બેંકના ખાતાઓમાંથી 37 કરોડ મળીને કુલ 310 કરોડના શંકાસ્પદ અને ગેરકાયદેસર વ્યવહારો મળી આવ્યા છે. આ નાણાં દેશભરના હજારો ભોગ બનનારાઓ પાસેથી ટ્રાન્સફર કરાવાયા હતા અને નેશનલ સાયબર ક્રાઇમ રિપોર્ટિંગ પોર્ટલ (NCCRP) પર નોંધાયેલી 290 થી વધુ ફરિયાદોના તાર સીધા આ ખાતાઓ સાથે જોડાયેલા છે.

[[$alsoread]]

એસપી જયદીપસિંહ જાડેજાની જનતાને કડક અપીલ

આ ઐતિહાસિક સફળતા બાદ ગીર સોમનાથના એસપી જયદીપસિંહ જાડેજાએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, "સાયબર ગુનેગારો સામે પોલીસનું આ ઓપરેશન હજુ વધુ તેજ બનશે. આ કેસમાં હજુ ઇન્ફોર્મેશન ટેકનોલોજી (IT Act) અને મની લોન્ડરિંગના પાસાઓ પર તપાસ ચાલી રહી છે.

 આ પણ વાંચો: Surat: મોટા વરાછામાં ઉત્રાણ પોલીસ સ્ટેશન નજીક વેગનઆર કારમાંથી મળ્યો યુવકનો શંકાસ્પદ મૃતદેહ

  • Follow us on: