ગીર સોમનાથમાં મારામારીના કેસમાં મોટો ખુલાસો થયો છે. ડોળાસા ગામ નજીક મારામારીનો બનાવ સામે આવ્યો હતો. પોલીસે આ કેસમાં મુખ્ય આરોપી નિલયની ધરપકડ કરી છે. આરોપી કારમાં ધારાસભ્યનું બોર્ડ લગાવીને ફરતો હતો. કારમાં ધારાસભ્યનું બોર્ડ લગાવીને રૌફ જમાવતો હતો. પોલીસે કારને જપ્ત કરીને આરોપીની ધરપકડ કરી છે. આરોપી સામે અગાઉ પણ અનેક ગુનાઓ નોંધાયા છે.
સીસીટીવીમાં ધારાસભ્ય લખેલા બોર્ડ વાળી કાર નજરે પડી
ગીર સોમનાથ જિલ્લાના ડોસાળામાં મારા મારી કેસમાં મોટો ખુલાસો સામે આવ્યો છે. આરોપી તેની કારમાં ધારાસભ્ય ગુજરાત લખેલું બોર્ડ લગાવીને ફરતો હતો. તે આ કાર લઈને નિકળતો હતો અને લોકોમાં પોતાનો રૌફ જમાવતો હતો. કોડિનાર પોલીસે આ કેસમાં તાત્કાલિક કાર્યવાહી કરીને મુખ્ય આરોપી નિલય ઉર્ફે ભૂરો રામભાઈ વાળાની ધરપકડ કરી છે. ટોલનાકાના સીસીટીવીમાં ધારાસભ્ય લખેલા બોર્ડ વાળી કાર નજરે પડી હતી.













