PCI ચેરમેન મોન્ટુ પટેલની ધરપકડ પર કોર્ટેનો મનાઈ હુકમ સામે આવ્યો છે, મોન્ટુ પટેલને CBI કોર્ટે આપ્યા વચગાળાના શરતી જામીન આપ્યા છે, 23 જુલાઈ સુધી CBI મોન્ટુ પટેલની નહીં કરી શકે ધરપકડ અને CBI કોર્ટમાં મોન્ટુ પટેલે આગોતરા જામીન અરજી કરી હતી વધુ સુનાવણી ન થાય ત્યાં સુધી CBI નહીં કરી શકે ધરપકડ.


[[$googlead]]

ફાર્મસી કોલેજમાં એડમિશન માટે લાંચ લીધાના આરોપ

PCI ચેરમેન મોન્ટુ પટેલ સામે ફાર્મસી કોલેજમાં એડમિશન માટે લાંચ લીધાના આરોપ લાગ્યા છે અને સીબીઆઈએ મોન્ટુ પટેલ અને અલગ-અલગ કોલેજોમાં આ મામલે તપાસ કરી હતી, સૂત્રોના જણાવ્યા અનુસાર મોન્ટુ પટેલ અને PCIના અન્ય અધિકારીઓ પર આરોપ છે કે તેમણે કેટલીક કોલેજોને માન્યતા આપવા માટે લાંચની માંગણી કરી હતી.

[[$alsoread]]

લાખો રૂપિયાની રોકડ રકમ જપ્ત કરવામાં આવી છે

સીબીઆઈએ જે 36 આરોપી સામે ફરિયાદ નોંધી છે તેમાં કેન્દ્ર સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના 11 અધિકારી અને નેશનલ મેડિકલ કમિશન ન્યુ દિલ્હીના જોઈન્ટ ડાયરેક્ટર અને યુજી-પીજીમાં મંજૂરી આપતા બોર્ડના સિનિયર મેમ્બર ડો.જે.એલ. મીનાનું નામ પણ સામેલ છે. ડો.જે.એલ. મીના, જોઈન્ટ ડાયરેક્ટર પાસેથી સીબીઆઈએ ૫૦ લાખની રોકડ રકમ પણ જપ્ત કરી છે. તેમના દ્વારા મેડિકલ કોલેજોની મંજૂરી માટે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગના અધિકારીઓની સાઠગાંઠ સાથે આખું વ્યવસ્થિત રેકેટ ચાલતું હોવાની વાત સામે આવી છે.

PCI અધ્યક્ષ મોન્ટુ પટેલના બંગલો પર CBIએ દરોડા પાડયા હતા

CBIએ અમદાવાદમાં ફાર્મસી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના અધ્યક્ષ મોન્ટુ પટેલ સામે મુદ્દે લાંચ લેવાના આરોપોને લઈને અમદાવાદના ઝુંડાલ વિસ્તારના બંગલા પર દરોડા પાડ્યા છે. કોલેજોને માન્યતા આપવાના મુદ્દે લાંચ લેવાના આરોપોને લઈને દિલ્હીમાં PCIની ઓફિસ અને મોન્ટુ પટેલના નિવાસસ્થાને પણ તપાસ હાથ ધરવામાં આવી છે. CBIની કાર્યવાહી PCI દ્વારા ફાર્મસી કોલેજોને માન્યતા આપવાની પ્રક્રિયામાં થયેલી કથિત ગેરરીતિઓને તપાસ કરવામાં આવી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર મોન્ટુ પટેલ અને PCIના અન્ય અધિકારીઓ પર આરોપ છે કે તેમણે કેટલીક કોલેજોને માન્યતા આપવા માટે લાંચની માંગણી કરી હતી.

  • Follow us on: