
પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં શનિવારે બપોરે ગંભીર દૂર્ઘટના સર્જાઇ છે. પાવાગઢમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવનના કારણે માલસામાન લઇ જતા રોપ વેનો તાર તૂટી જતાં 6 લોકોના કરુણ મોત થયા છે. સતત ભારે પવન ફૂંકાવાથી આ ઘટના બની હોવાનું પ્રાથમિક તપાસમાં જાણવા મળ્યું છે. મૃતકોમાં 2 લિફ્ટ ઓપરેટર તથા 2 મજૂર સહિત છ લોકોનો સમાવેશ થાય છે. 2 વ્યક્તિની ઓળખ કરાઇ રહી છે. ઘટનાના પગલે પોલીસ અને સ્થાનિક ફાયર બ્રિગેડ સ્થળ પર પહોંચ્યું છે. પંચમહાલ પોલીસ વડા હરેશ દૂધાતે જણાવ્યું કે આ ઘટનામાં 6 લોકોના મોત થયા છે અને તપાસ કરાઇ રહી છે. હાલ ભારે પવન ફૂંકાઇ રહ્યો છે જેથી યાત્રાળુઓ માટે નો રોપ વે પણ બંધ કરાયો છે.

પવિત્ર યાત્રાધામ પાવાગઢમાં શનિવારે બપોરે ગંભીર દૂર્ઘટના સર્જાઇ છે. પાવાગઢમાં વરસાદી વાતાવરણ વચ્ચે ભારે પવનના કારણે માલસામાન લઇ જતા રોપ વેનો તાર તૂટી ગયો હતો

માલસામાન લઇ જવાતા રોપ વે નીચે તૂટી પડ્યો હતો જેથી રોપ વેમાં બેઠેલા 6 લોકોના કરુણ મોત થયા હતા. રોપ વે ના તૂટેલા ભાગો પણ જોવા મળ્યા હતા

રોપ વે જ્યાં તૂટી પડ્યો હતો ત્યાં પહોંચીને સ્થાનિક લોકો અને તંત્રએ મૃતદેહો બહાર કાઢ્યા હતા. ઘટનાના પગલે લોકોમાં ભારે ગભરાટ જોવા મળ્યો હતો

ઘટનાના પગલે સ્થાનિક પોલીસ તથા ઉચ્ચ પોલીસ અધિકારીઓ અને વહિવટી તંત્ર તત્કાળ સ્થળ પર પહોંચ્યું હતું અને ફાયર બ્રિગેડની મદદથી રેસ્કયુ શરુ કરાયું હતું

પ્રાથમિક માહિતી પ્રમાણે આ દૂર્ઘટનામાં કેટલાક લોકો ઘાયલ પણ થયા છે જેમને તત્કાળ સારવાર માટે ખસેડાયા હતા. વરસતા વરસાદ વચ્ચે બચાવ કામગિરી કરવામાં આવી હતી

ઘટનાના પગલે યાત્રાળુઓ માટેનો રોપ વે પણ સલામતીના કારણોસર બંધ કરી દેવાયો છે. ભારે પવન ફૂંકાવાના કારણે ગુડ્સ રોપ વે નો તાર તૂટી ગયો હતો જેથી યાત્રાળુઓ માટેનો રોપ વે પણ બંધ કરાયો હતો