મોરબીમાં યુવાનની હત્યાની ઘટના સામે આવી છે. મોરબીના હળવદમાં 20 વર્ષીય યુવાનની હત્યા થતા સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ચરડાવામાં પિતા-પુત્ર વચ્ચે સામાન્ય બોલચાલીમાં યુવાનની હત્યા થઈ. આ ઘટનામાં વધુ આઘાતજનક બાબત એ છે કે 20 વર્ષીય યુવાનની કોઈ અસમાજિક તત્ત્વો કે ગુંડાઓએ નહીં પરંતુ તેના જ પિતા દ્વારા કરવામાં હત્યા આવી. આ ઘટના સામે આવ્યા બાદ પોલીસે સમગ્ર મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
કામધંધો મામલે પિતા સાથે પુત્રની ઉગ્ર બોલાચાલી
પોલીસ ફરિયાદ મુજબ હળવદના ચરાડવામાં સોલંકી પરિવાર રહે છે. સોલંકી પરિવારમાં પિતા અને પુત્ર કામધંધો કરી ગુજરાન કરે છે. દરમિયાન ગતરોજ પુત્ર દ્વારા કામમાં બરાબર ધ્યાન ના આપતા પિતાએ તેને ટકોર કરી. કામ બાબતે પિતાની ટકોરથી પુત્ર ગુસ્સે થઈ ગયો. પિતા અને પુત્ર વચ્ચે કામધંધા બાબતે ઉગ્ર બોલાચાલી થઈ હતી. જો કે આ બોલાચાલી બાદ મામલો થાળે પડ્યો હતો. જો કે પિતાના મનમાં તેમનો પુત્ર કોઈ કામધંધો ના કરતો હોવાથી વધુ રોષ હતો અને આ રોષ ગુસ્સામાં તબદીલ થયો.
ગળે ટૂંપો દઈ કરી યુવાનની હત્યા
અને ગુસ્સામાં આવીને પિતા દેવજીભાઈ સોલંકીએ પુત્ર મનોજને દોરીથી ગળે ટૂંપો હત્યા કરી. યુવાનની હત્યાને પગલે હળવદ પોલીસમાં પિતા સામે ગુનો નોંધવામાં આવ્યો. અગાઉ પણ મોરબીમાં સામાન્ય બાબતમાં હત્યાનો બનાવ બનવા પામ્યો હતો. આ ઘટનામાં તીર્થક પેપર મિલમાં રહી મજૂરી કામ કરતા કેકડિયાભાઈ માવી નામના મજુરે મેરિબાઈ મહિલા પાસે અભદ્ર માગણી કરી હતી. મહિલાએ આ વાત પોતાના પતિ અને ભાઈને કરી હતી. જેના બાદ ત્રણેય જણા એટલે કે મહિલાના પતિ અને તેના ભાઈએ ગળું દબાવીને એ યુવાનની હત્યા કરી હતી.