સાબરકાંઠામાં અંધશ્રદ્ધા અને છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે, જેમાં સરપંચે કહ્યું નોટો વરસાદ થશે અને તેમ કહીને લાખો રૂપિયા પડાવી લીધા હોવાની વાત સામે આવી છે, રાવોલના સરપંચ અલ્પેશ ઠાકોર સામે ફરિયાદ નોંધાઈ છે અને પોલીસે સરપંચની ધરપકડ કરી છે,


11 લાખના બદલામાં 2 કરોડ રૂપિયા આપવા કરી વિધિ

સરપંચે કહ્યું કે, 11 લાખ રૂપિયાની સામે તમને 2 કરોડ રૂપિયા આપવામાં આવશે તેમ કહીને વિધિ કરી હતી, સ્મશાનમાં વિધિથી નોટો વરસાદ થશે તેવું કહી ફસાવ્યા હતા, આરોપીએ બે વર્ષમાં અનેક લોકો સાથે છેતરપિંડી કરી હોવાની વાત પોલીસની તપાસમાં સામે આવી છે, ઇડર, વડાલી, ખેડબ્રહ્માના લોકો સાથે છેતરપિંડી કરી છે, જાદર પોલીસે આરોપીને ઝડપી વધુ તપાસ હાથ ધરી.

રાવોલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોર સામે નોધાઈ ફરિયાદ

સાબરકાંઠામાં અનોખી વાત સામે આવી છે જેમાં ગામના સરપંચે અંધશ્રદ્ધામાં વિધિ કરવાના બહાને અનેક લોકો સાથે છેતરપિંડી કરી છે, રૂપિયાનો વરસાદ કરી કરોડો રૂપિયા આપવાની રજૂઆત કરી હતી, તો ફરિયાદીને 11 લાખના બદલામાં બે કરોડ રૂપિયા આપવા કરી હતી અને વિધિ કરવા માટે સ્મશાનમાં લઈ જવામાં આવ્યા હતા, રૂપિયાના વરસાદથી કેટલાય લોકો સાથે છેતરપિંડી આ સરપંચ કરતો હતો, રાવોલ ગામના સરપંચ અલ્પેશ ઠાકોર બે વર્ષથી કેટલાય લોકો સાથે આ રીતે છેતરપિંડી કરતો હતો.

ઈડર વડાલી તેમજ ખેડબ્રહ્માના કેટલાય લોકો અંધશ્રદ્ધાનો બન્યા છે ભોગ

આજના આધુનિક યુગમાં અંધશ્રદ્ધાને નામે તાંત્રિક વિધિનો લોકો ભોગ બની રહ્યાં છે, ત્યારે ગામડામાં હજી પણ અંધશ્રદ્ધાના નામે ઘણા લોકો સાથે છેતરપિંડી તો ઘણા લોકોના જીવ પણ ગયા છે. અંધશ્રદ્ધાથી દૂર તો રહેવું જ જોઈએ અને જો દૂર નહી રહીએ તો આવા ઠગ આપણી જીંદગી પૂરી કરી નાખશે તે પણ નક્કી છે.

 

  • Follow us on: