સાબરકાંઠામાં 1 કરોડથી વધુની છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે, જેમાં પોન્ઝી સ્કીમમાં છેતરપિંડી કરનાર સંચાલકો ભૂગર્ભમાં ઉતરી ગયા છે અને રોકાણકારોએ 2 થી 15 લાખ જેટલું રોકાણ કર્યુ હોવાની વાત સામે આવી છે, સંચાલકોએ રોકાણકારો સાથે 1.44 કરોડની છેતરપિંડી કરી છે. ફુલેકું ફેરવનાર છ જેટલા સંચાલકો સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે.
સાબરકાંઠામાં એક કરોડથી વધુની છેતરપિંડીની ફરિયાદ
સાબરકાંઠામાં પોન્ઝી સ્કીમ મામલે લોકો સાથે છેતરપિંડી થઈ હોવાની વાત સામે આવી છે, જેમાં ધ બિગબુલ ફેમિલી નામની પેઢી ખોલી રોકાણકારો સાથે છેતરપિંડી કરવામાં આવી છે તો ગતરોજ રોકાણકારોએ એસપી સહિત ડીવાયએસપીને આ મામલે રજૂઆત કરી હતી અને હિંમતનગર બી ડિવિઝન પોલીસ મથકે છેતરપિંડી કરનાર શખ્સો સામે ફરિયાદ નોંધાઈ છે, 1 કરોડ 44 લાખ 55 હજારની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ છે. હિંમતનગરના હાર્ડસમા વિસ્તારમાં ખોલાઇ હતી ધ બિગબુલ ફેમિલી નામની પેઢી.
કરોડોનું ફૂલેકું ફેરવનાર ધુતારાઓ પરિવાર સાથે ઉતર્યા છે ભુગર્ભમાં
૧) જગદીશગીરી ગોવિંદગીરી ગોસ્વામી, રહે. જામડા, હિંમતનગર, સાબરકાંઠા..
૨) શીતલ જગદીશગીરી ગોસ્વામી, રહે. જામડા, હિંમતનગર, સાબરકાંઠા..
૩) મનીષ ગોવિંદ પટેલ, રહે. વિજાપુર, મહેસાણા..
૪) વિપુલસિંહ બાદરસિંહ ચૌહાણ, રહે. સરોલી, હિંમતનગર, સાબરકાંઠા..
૫) મનહરસિંહ ભારતસિંહ ઝાલા, મૂળ રહે. કાનડા, હાલ રહે. જલારામ મંદિર રોડ હિંમતનગર, હિંમતનગર, સાબરકાંઠા..
૬) ભીખુસિંહ ગુલાબસિંહ રાઠોડ, રહે. ગાયત્રી મંદિર રોડ, હિંમતનગર, સાબરકાંઠા..









