સાબરકાંઠાના હિંમતનગરમાં SOGને મોટી સફળતા મળી છે. એક કિલોથી વધુના ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ કરી છે. આરોપીને ઝડપી તમામ મુદ્દામાલ કબજે કરી વધુ કર્યવાહી હાથ ધરી છે. SOGએ બાતમીના આધારે ભાવેશકુમાર જગદીશભાઈ ઓડ પાસેથી ગાંજો ધડપી લીધો છે. ઝડપાયેલા ગાંજાની કિંમત 15 હજાર થી વધુની આકવામાં આવી છે.


[[$googlead]]

ગાંજા સાથે એક વ્યક્તિની ધરપકડ 

[[$alsoread]]

હિંમતનગર બી ડિવિઝન પોલીસે આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. આરોપી રાજસ્થાનથી ગાંજો લાવીને પડીકીઓ બનાવીને વેચાણ કરતો હતો. પોલીસે ગુનાના આધારે કલમો લગાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

પોલીસે ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કર્યો

આરોપી કડીયાકામ કરતો હતો. તેમજ તે બીજા રાજ્યમાંથી નશીલા પદાર્થો લાવી અહીંયા વેચાણ કરતો હતો. તપાસના આધારે પોલીસે તેમની સામે ગુનો નોંધ્યો છે. આરોપી વિરુદ્ધ NDPS એક્ટ હેઠળ ગુનો નોંધ્યો છે. પોલીસે ગાંજા સહિતનો મુદ્દામાલ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે. SOGએ બાતમીના આધારે ભાવેશકુમાર જગદીશભાઈ ઓડ પાસેથી ગાંજો ધડપી લીધો છે.


  • Follow us on: