જામનગરમાં વેપારીએ જાતે ગોળી મારી આપઘાત કર્યાનો બનાવ સામે આવ્યો છે. મંદિરમાં દર્શન કરીને લાયસન્સ વાળી બંદૂકથી ગોળી મારી આપઘાત કરી લીધો છે. શહેરના જાણીતા મીઠાઈના વેપારી જયંતભાઈ હીરાલાલ વ્યાસ વ્યક્તિએ આપઘાત કર્યો હતો. સવારના નાગેશ્વર વિસ્તારમાં આવેલ બાલનાથ મંદિરે દર્શન કરી તેઓના લાયસન્સ વારી બંદૂકથી આપઘાત કર્યો હતો.
જામનગરમાં વેપારીએ ગોળી મારી આપઘાત કર્યો
શહેરમાં મીઠાઈના વેપારીએ લમણે ગોળી મારી આપઘાત કરતા ચકચાર મચી જવા પામી હતી. વેપારીએ મંદિરમાં દર્શન કરીને લાયસન્સ વાળી બંદૂકથી ગોળી મારી આપઘાત કર્યો છે. આ સમગ્ર મામલે પોલીસે ગુનો નોંધી ક્યાં કારણોસર આપઘાત કર્યો તેની તપાસ ચાલુ કરી છે. આપઘાતના પગલે પરિવારમાં શોકનો માહોલ છવાયો છે.
આપઘાત કર્યાનું કારણ અકબંધ
શહેરના જાણીતા મીઠાઈના વેપારી જયંતભાઈ હીરાલાલ વ્યાસ નામના 80 વર્ષના વૃદ્ધએ મંદિરમાં આપઘાતનો પ્રયાસ કર્યો હતો. સવારના નાગેશ્વર વિસ્તારમાં આવેલ બાલનાથ મંદિરે દર્શન કરી તેઓના લાયસન્સ વાળી બંદૂકથી આપઘાતનો પ્રયાસ કર્યો હતો. લોકો દ્વારા તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. સારવાર દરમિયાન તેમનું મોત થયું છે. હાલ આ મામલે પોલાસે તપાસ હાથ ધરી છે.










