સૌરાષ્ટ્રની સૌથી મોટી સરકારી જીજી હોસ્પિટલ ફરી વિવાદમાં આવી છે. આઉટસોર્સથી કામ કરતા કામદાર કામ પર ના આવવા છતા હાજરી નોંધીને પગાર આપવાનું કૌંભાડ સામે આવ્યું છે. જીજી હોસ્પિટલમા સેનેટરી ઈન્સ્પેક્ટર મકસુદ પઠાણ અને વર્ગ-4ના કર્મચારી રાજેન્દ્રસિંહ જાડેજાએ સામે સીટી બી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આઉટસોર્સ આધારિત કાર્યરત કર્મચારી કિશન જગદીશ ગઢવી હાજર ન હોવા છતાં ખોટી હાજરી નોંધાવી હતી.


[[$googlead]]

પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી

આ ખોટી હાજરીના આધારે માસિક ₹12,839 મુજબ કુલ ₹89,873નો ખોટો પગાર બિલમાં મંજૂર કરાવાયો હતો. સરકારી નાણાં આ રીતે ચોરીને આર.એમ.ઓ. દ્વારા ગંભીરતાથી લઈ સીટી બી પોલીસ સ્ટેશનમાં પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે. 1 મે 2024થી નવેમ્બર 2024 સુધી આ પ્રકારે રાજરી કૌંભાડ કરવામાં આવ્યું હોવાનું ફરિયાદમાં નોંધાયુ છે. હોસ્પિટલના આરએમઓની ફરિયાદના આધારે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ શરુ કરી છે. સીટી બી પોલીસે બંને આરોપી કર્મચારીઓ વિરુદ્ધ ગુનો દાખલ કરી વધુ તપાસ શરૂ કરી છે. તપાસ દરમ્યાન આ પ્રકારના અન્ય કૌભાંડો પણ બહાર આવી શકે છે, કારણ કે કદાચ અન્ય કર્મચારીઓ માટે પણ આવી રીતે ખોટી હાજરી દર્શાવી પગાર લેવામાં આવ્યો હોય. આ ઘટનાને ગંભીરતાથી લઈ આગળની તપાસ માટે તદ્દન દસ્તાવેજી પુરાવા એકઠા કરવામાં આવી રહ્યા છે. જો અન્ય કોઈ સંડોવાયેલા હોય તો તેમની સામે પણ કાયદેસર કાર્યવાહી થશે.

[[$alsoread]]

સરકારી સંસ્થામાં આવા કૃત્યો અત્યંત શરમજનક

હોસ્પિટલ જેવી સરકારી સંસ્થામાં આવા કૃત્યો અત્યંત શરમજનક છે. જવાબદાર કર્મચારીઓ સામે સખત કાર્યવાહી કરી ભવિષ્યમાં આવી ઘટનાને અટકાવવાના માટે જરૂરી કડક પગલાં લેવામાં આવે તે જરુરી છે. ત્યારે સવાલ એ થાય છે કે જીજી હોસ્પિટલમાં સરકારના નાણાંની જે લેતીદેતીઓ થાય છે, તે આર્થિક વ્યવહારો પર જીજી હોસ્પિટલના કોઈ સરકારી અધિકારીની દેખરેખ કેમ હોતી નથી ? અહીં વારંવાર સરકારી નાણાંની ઉચાપતો શા માટે થઈ રહી છે તેવો સવાલ હોસ્પિટલ વર્તુળમાં થઈ રહ્યો છે.

  • Follow us on: