જામનગરમાં મનરેગા યોજનાના કામમાં કૌભાંડ થયાના આક્ષેપો મહિલોઓએ કર્યા છે. શ્રમિક મહિલાઓને મનરેગામાં વેતનરૂપે 280 રૂપિયા આપવામાં આવતા હતા. પરંતુ હવે માત્ર 40 રૂપિયા જ ચુકવવામાં આવે છે. છેલ્લા એક મહિનાથી મહિલાઓને પુરતુ વેતન મળતું હોવાનું પણ શ્રમિક મહિલાઓએ જણાવ્યુ હતુ. મનરેગા યોજનામાં 200થી વઘુ શ્રમિકો કામ કરે છે. ધુતારપુર ગામના શ્રમિકો મનરેગામાં થતા ભ્રષ્ટચારના કામ અને વેતનમાં થતા કૌભાંડ બાબતે જામનગર તાલુકા પંચાયતે પહોંચ્યા હતા. અને સમસ્યાનું નિવારણ લાવવા માટે માગ કરી હતી.
પુરતુ વળતર ન મળતા રોષ
શ્રમિકો રોજિંદી આવક પર જીવન ગુજારતા હોય છે. અને તેમાં જો તેમને પુરતુ વેતન ન આપવામાં આવે તો રોષ ફેલાય છે. જામનગરમાં આવો જ એક કિસ્સો સામે આવ્યો છે. જામનગરમાં મનરેગા યોજનામાં કૌભાંડના આક્ષેપ સામે આવ્યા છે. શ્રમિક મહિલાઓએ વેતન બાબતે આરોપ કર્યા છે. તેઓએ જણાવ્યુ હતુ કે, તેમને નક્કી કરવામાં આવેલુ વેતન ચુકવવામાં આવતુ નથી. મનરેગા યોજનામાં વેતનના નામે કૌભાંડનો આક્ષેપ કરવામાં આવ્યો છે. મનરેગા યોજનામાં 200થી વધુ શ્રમિકો કામ કરે છે. તેમને પગાર સ્વરૂપે 280 રૂપિયા આપવામાં આવતા હતા. પરંતુ હવે માત્ર 40 રૂપિયા જ ચૂકવવામાં આવે છે. પગારની ચુકવણીમાં થતા આક્ષેપોથી શ્રમિકોને તેમનુ ગુજરાન ચલાવવામાં મુશ્કેલીઓ થતી હોવાની રજૂઆત કરવામાં આવી હતી.
સમસ્યાનું નિવારણ કરવા રજૂઆત
મનરેગા યોજનામાં 200થી વધુ શ્રમિકો કામ કરે છે. ધુતારપુર ગામના શ્રમિકોની તાલુકા પંચાયતમાં રજૂઆત કરવામાં આવી હતી. શ્રમિક મહિલાઓને પૂરતું વળતર ન મળતા તેમનામાં રોષ જોવા મળ્યો હતો. આ સમસ્યાઓનું વહેલી તકે નિવારણ લાવવા માટે રજૂઆત કરવામાં આવી છે. અને પોલીસ આ અંગે કડક કાર્યવાહી કરે તે માટે જરુરી છે.









