જામનગરના વડવાળાના સરપંચ પર હુમલો થયો છે, વડવાળાના સરપંચ રામસી બેરા પર હુમલો થતા પોલીસ પણ દોડતી થઈ છે અને સરપંચને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, સરપંચ પદેથી રાજીનામું આપવાનું કહી કર્યો હુમલો, પોલીસે સાત લોકો સામે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
7 જેટલા શખ્સોએ રસ્તામાં ઘેરી કર્યો હુમલો
જામનગરમાં 7 જેટલા શખ્સોએ સરપંચ પર હુમલો કર્યો છે, ચૂંટણીનો ખાર રાખી લાકડી-કુહાડીથી હુમલો કરાતા સરપંચ ઈજાગ્રસ્ત થયા છે, તો સરપંચે પણ સ્વ બચાવ માટે હવામાં ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, જામનગર પોલીસે ગુનો નોંધીને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સરપંચ જઈ રહ્યા હતા તે દરમિયાન કેટલાક શખ્સો આવીને માથાકૂટ કરવા લાગ્યા અને હુમલો કર્યો હતો, પોલીસે સીસીટીવીની મદદ પણ લીધી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
સરપંચને રોકીને તેમની પર હુમલો કરવામાં આવ્યો
જામનગર જીલ્લા પંચાયતના પુર્વ સદસ્ય તેમજ વડવાળાના સરપંચ ઉપર જીવલેણ હુમલો થયો છે, જામજોધપુર તાલુકાના વડવાળા ગામના સરપંચ રામશીભાઈ મેપાભાઈ બેરા પર હુમલો થતા લોકો હોસ્પિટલ દોડી આવ્યા હતા, રસ્તા વચ્ચે બળદ ગાડુ રાખી સરપંચપદમાંથી રાજીનામું આપી દે, તેમ કહી છ થી સાત જેટલા શખ્સોએ હુમલો કર્યો છે, રામશીભાઇ દ્વારા પોતાની પાસે રહેલી રિવોલ્વરમાંથી સ્વ બચાવ માટે હવામાં ફાયરીંગ કરતાં તેઓની રિવોલ્વર પણ ઝુંટવીને જીવલેણ હુમલો કર્યો હતો, રામશીને હાથ અને પગમાં ગંભીર ઇજા થતા સારવાર માટે જામનગરની જીજી હોસ્પિટલ માં ખસેડવામાં આવ્યા છે.









