રાજકોટ જિલ્લાના જસદણ તાલુકાના આટકોટ વિસ્તારમાં માનવતાને શર્મસાર કરતી અને હૈયું હચમચાવી દેતી એક અત્યંત ક્રૂર ઘટના સામે આવી છે, જેમાં એક છ વર્ષની બાળકી હવસનો શિકાર બની છે. આટકોટના વાડી વિસ્તારમાં કામ કરી રહેલા એક શ્રમિક પરિવારની ફૂલ જેવી ફક્ત છ વર્ષની બાળકીને એક હવસખોર નરાધમે પોતાની ક્રૂરતાપૂર્વક હવસનો શિકાર બનાવી હતી.
છ વર્ષની બાળકી હવસનો શિકાર બની
આ ઘટનાની સૌથી વધુ અરેરાટી ઉપજાવનારી વાત એ છે કે, નરાધમે બાળકી પર દુષ્કર્મ ગુજાર્યા બાદ પણ ક્રૂરતાની હદ વટાવી દીધી હતી.હવસખોર શખ્સે બાળકીના ગુપ્તાંગમાં સળિયા જેવું ધારદાર હથિયાર ઘુસાડી દઈ તેને લોહીલુહાણ કરી દીધી હતી.
ગુપ્તાંગમાં ધારદાર હથિયાર ઘુસાડી ક્રૂરતા
બાળકીની ગંભીર હાલત જોતા આ કૃત્ય પાછળની ક્રૂરતા સ્પષ્ટ થાય છે. આ હવસખોર કૃત્યથી સમગ્ર વિસ્તારમાં રોષ અને આઘાતની લાગણી વ્યાપી ગઈ છે. આટકોટ પોલીસે આ અત્યંત સંવેદનશીલ બનાવની ગંભીરતાને ધ્યાનમાં લઈને તાત્કાલિક સમગ્ર તપાસ હાથ ધરી છે અને આરોપીને ઝડપી પાડવા માટેના ચક્રો ગતિમાન કર્યા છે.
વધુ સમાચાર વાંચવા ડાઉનલોડ કરો સંદેશ ન્યૂઝ એપ