રાજકોટ ગ્રામ્ય વિસ્તારમાં સ્ટેટ ઓપરેશન અને રેન્જ ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમ દ્વારા જુગારના અડ્ડાઓ સામે એક મોટી અને લાલઆંખ કરતી કાર્યવાહી કરવામાં આવી છે. 

હોટલ વ્રજવાટિકામાં ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર ક્લબમાં દરોડો

જેતપુર તાલુકા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલી જાણીતી હોટલ વ્રજવાટિકામાં ધમધમતી હાઈપ્રોફાઈલ જુગાર ક્લબ પર ડીઆઈજીની ટીમે દરોડો પાડીને મોટી સફળતા મેળવી છે.

ઘટનાસ્થળેથી કુલ 9 જેટલા આરોપીઓની ધરપકડ

ગુપ્ત બાતમીના આધારે પાડવામાં આવેલા આ દરોડા દરમિયાન પોલીસે ઘટનાસ્થળેથી કુલ 9 જેટલા આરોપીઓની ધરપકડ કરી છે. આ કાર્યવાહી દરમિયાન પોલીસે જુગારના અડ્ડા પરથી 12 લાખથી વધુની રોકડ રકમ કબ્જે કરી છે. 

41 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત 

રોકડ રકમ ઉપરાંત અન્ય કિંમતી સાધન-સામગ્રી સહિત કુલ 41 લાખથી પણ વધુનો મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે. ડીઆઈજી નિર્લિપ્ત રાયની ટીમની આ કડક કાર્યવાહીથી સમગ્ર વિસ્તારના જુગારીઓ અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. 

 

આ પણ વાંચે   :    Sandesh Indepth : Gen Z જરૂર જાણે: એક રેડિયોએ કેવી રીતે હલાવી દીધું હતું બ્રિટિશ સામ્રાજ્ય? રેડિયોથી રીલ્સ સુધીની રોચક કહાની