અંદાજે 5500 પગથિયાંની ઊંચાઈ પર આવેલા આ મંદિરની પ્રતિમાને ખંડિત કરીને તેને નીચે જંગલ વિસ્તારમાં ફેંકી દેવાના જે વીડિયો વાયરલ થયા છે, તે ખૂબ જ જઘન્ય કૃત્ય છે. આ બનાવને પગલે નાથ સંપ્રદાયના સંતો, જેમાં સોમનાથ બાપુ અને શેરનાથ બાપુનો સમાવેશ થાય છે, તેમજ અન્ય ધર્મપ્રેમી લોકોએ આ કૃત્યની સખત શબ્દોમાં નિંદા કરી છે.


[[$googlead]]

ગરિમાને ખંડિત કરનારાઓ સામે ત્વરિત પગલા લેવાય એ સમયની માગ

સાધુ-સંતો અને ભાવિક ભક્તોએ આ અપરાધ કરનાર તત્વોને બક્ષવામાં ન આવે અને તેમની સામે કડકમાં કડક સજા થાય તેવી તંત્ર સમક્ષ ભારપૂર્વક માંગણી કરી છે. આ મામલે વિધિવત પોલીસ ફરિયાદ નોંધાવવાની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવી છે. હાલમાં આ ઘટનાના વિરોધમાં અને ગુનેગારોને સજા મળે તે માટે ભવનાથ ખાતે મોટી સંખ્યામાં ભાવિક ભક્તો અને સેવકોનો જમાવડો થયો છે. આ પવિત્ર સ્થળની ગરિમાને ખંડિત કરનારાઓ સામે ત્વરિત પગલાં લેવાય એ સમયની માગ છે.

[[$alsoread]]

પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો

ઘટનાની જાણ થતાની સાથે સાધુ સંતો ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તપાસની માગ કરી છે, સાધુ સંતોનું કહેવું છે કે, આવી રીતે જૂની પ્રતિમાં તોડી નાખી છે એ કોઈએ જાણી જોઈને કર્યુ છે, અને આ ઘટનામાં પોલીસ ફરિયાદ નોંધે અને આરોપીને કડકમાં કડક સજા થાય તેવી માગ ઉઠી છે, સાધુ સંતો હાલમાં જે જગ્યાએ મૂર્તિ ખંડીત કરાઈ છે ત્યાં બેસી ગયા છે. મૂર્તિ ખંડિત થતા રોષની લાગણી તો છે પણ પોલીસ આવા આરોપીને જલદીથી ઝડપી લે તેવી માગ પણ ઉઠી છે.

  • Follow us on: