જૂનાગઢમાં બેફામ બનેલા બુટલેગરોને પોલીસના આશીર્વાદ ફળ્યા છે જેના કારણે તેઓ દારૂનો ધંધો કરે છે તેવો આક્ષેપ કરવામાં આવ્યો છે, દારૂ લેવા ગયેલા યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે, અંગત અદાવતમાં હુમલો થયો હોવાની વાત સામે આવી છે, તો સમગ્ર ઘટનામાં પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે.


[[$googlead]]

જૂનાગઢમાં બુટલેગરોએ કર્યો યુવકો પર હુમલો

જૂનાગઢના રામદેવ પરામાં બે યુવકો પર છરી-ધારિયાથી હુમલો થયો હોવાની વાત સામે આવી છે, ત્રણ લોકોએ હુમલો કરી યુવકોને માર્યો માર અને ઇજાગ્રસ્ત યુવકો જીવ બચાવી ભાગ્યા હતા, ઇજાગ્રસ્ત યુવકોએ નોંધાવી પોલીસ ફરિયાદ, હાલમાં જે યુવકો પર હુમલો કરવામાં આવ્યો છે તે યુવકોને હાથના ભાગે ઈજા પહોંચતા તેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે, પોલીસે બુટલેગરો સામે દારૂ વેચાણને લઈ ગુનો નોંધ્યો છે કે નહી તેની માહિતી સામે આવી નથી.

જૂનાગઢમાં દારૂ વેચતા તત્વોને પોલીસનો ભય નથી

જૂનાગઢમાં ખુલ્લેઆમ દારૂ વેચાતા હોવાના વીડિયો અગાઉ પણ વાયરલ થયા હતા, ત્યારે પોલીસ કેમ બુટલેગરોને છાવરી રહી છે તે ખબર નથી પડતી અને યુવકો પણ દારૂનો નશો કરે છે એટલે દારૂ લેવા ગયા હતા ! પોલીસ આવા બુટલેગરોને છાવરો નહી આમાં તમારી છાપ બગડી રહી છે, જૂનાગઢમાં અગાઉ પણ દારૂ વેચાણને લઈ કેટલીક મહિલાઓએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ દારૂનું વેચાણ શા માટે કરે છે અને પોલીસ આવા બુટલેગરોને પરમિશન આપી મલાઈ કમાતી હોવાની વાત પણ સામે આવી છે.

[[$alsoread]]

 

  • Follow us on: