ગુજરાતમાં હત્યાના બનાવોમાં સતત વધારો થઈ રહ્યો છે. જૂનાગઢના વિસાવદરના શોભાવડલામાં ડબલ મર્ડરનો કેસ સામે આવ્યો છે. સગીર ભાઈએ જ મોટાભાઈ અને ભાભીની હત્યા કરી નાંખતા ચકચાર મચી જવા પામી છે. પોલીસે આરોપી સગીરની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
સગીરભાઈએ મોટાભાઈ અને ભાભીની હત્યા કરી
પ્રાપ્ત વિગતો પ્રમાણે જૂનાગઢના વિસાવદરના શોભાવડલામાં સગીર ભાઈએ મોટાભાઈ અને ગર્ભવતી ભાભીની બોથડ પદાર્થના ઘા મારીને હત્યા કરી નાંખી છે. આ હત્યાના બનાવથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખોડિયાર આશ્રમમાં જ આ સગીરે બંનેની હત્યા કરી નાંખી હતી. બીજી તરફ મૃતક મહિલાના ભાઈએ ફોન કરતાં મહિલાનો સપર્ક નહીં થતાં તેણે પોલીસને ફોન કર્યો હતો.













