મહેસાણામાં હવસખોર ભુવાની કરતૂત સામે આવી છે. 8 વર્ષ સુધી યુવતીનું શારીરિક શોષણ કર્યાનો આરોપ કરવામાં આવ્યો છે. કડી-નંદાસણ રોડ પર રંગોલી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ કર્યું હતું. યુવતી બીમાર પડતા ભુવા પાસે ગઇ હતી. વિધિના બહાને અડપલાં કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ભુવા સતીષ પટેલ સામે કડી પોલીસ મથકમાં ફરિયાદ નોંધવાવમાં આવી છે.
હવસખોર ભુવાની કરતૂત સામે આવી
વધુ એક હવસખોર ભુવાના કરતૂત સામે આવ્યા છે. 8 વર્ષ સુધી યુવતીનું શારીરિક શોષણ કરી દુષ્કર્મ આચર્યું છે. કડી-નંદાસણ રોડ ઉપર રંગોલી ગેસ્ટ હાઉસમાં દુષ્કર્મ આચર્યું હતું. અલગ અલગ જગ્યાએ લઈ વારંવાર દુષ્કર્મ આચર્યું છે. કડી તાલુકાના ચાલાસણનો સતીષ પટેલ નામનો ભુવો ભોગ બનનાર યુવતીનો પિતરાઈ કાકો થાય છે. ભોગ બનનાર બિમાર પડતા ભુવા એ દોરા ધાગાના બહાને અડપલાંથી શરૂવાત કરી હતી.
યુવતીનું શારીરિક શોષણ કરી દુષ્કર્મ આચર્યું
ભુવાએ ભોગ બનનારના લગ્ન થશે નહીં અને વિધિ કરવાનું કહ્યું હતું. વિધિના બહાને અડપલાં કરી વારંવાર દુષ્કર્મ આચર્યું હતું. ભુવા સતીષ પટેલ સામે કડી પો.સ્ટે.માં ફરિયાદ નોંધાઈ છે.પોલીસે ફરિયાદના આધારે આરોપીને ઝડપી લેવા તજવીજ હાથ ધરી છે.