કપડવંજના ચીલીંગ સેન્ટર પાસે વહેલી પરોઢે ગમખ્વાર અકસ્માત સર્જાયો છે જેમાં ડમ્પરે જેસીબીને ટક્કર મારતા ફૂટપાથ પર સુઇ રહેલા ત્રણ શ્રમજીવીઓ પૈકી બેના મોત થયા હતા.

ફૂટપાથ પર સૂઈ રહેલા ત્રણ શ્રમજીવીઓ પૈકી બેના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત


મળેલી માહિતી મુજબ ફૂટપાથ પર સૂઈ રહેલા ત્રણ શ્રમજીવીઓ પૈકી બેના ઘટનાસ્થળે કમકમાટી ભર્યા મોત થયા છે. ત્રણ શ્રમજીવીઓ ફૂટપાથ પર સૂઈ રહ્યા હતા ત્યારે રોડ ઉપર રહેલા જેસીબીને પાછળથી ડમ્પરે ટક્કર મારી હતી.

 જેસીબી શ્રમજીવીઓ પર ફરી વળ્યું


ડમ્પરે જેસીબી ને ટક્કર મારતા જેસીબી શ્રમજીવીઓ પર ફરી વળ્યું હતું. સુતેલા શ્રમજીવીઓ કંઇ સમજે તે પહેલાં જ જેસીબી ફરી વળતા 2 શ્રમજીવીના મોત થયા હતા.બંને મૃતકોને પોસ્ટમોર્ટમ અર્થે સોરણા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડાયાં છે.

 કપડવંજમાં બેફામ ડમ્પર ચાલકોનો ત્રાસ


ઉલ્લેખનિય છે કે કપડવંજમાં બેફામ ડમ્પર ચાલકોનો ત્રાસ છે જેથી લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. અનેક અકસ્માતો બેફામ અને ઓવરલોડ ડમ્પરોના કારણે સર્જાય છે છતાં પોલીસ આંખ આડા કાન કરી રહી છે.

ચાલક પોતાના વાહનો છોડી ફરાર

અકસ્માત બાદ જેસીબી ચાલક અને ડમ્પર ચાલક પોતાના વાહનો છોડી ફરાર થઇ ગયા હતા. ઘટનાની જાણ થતાં પોલીસ સ્થળ પર પહોંચી હતી અને વાહન ચાલકોની શોધખોળ શરુ કરી હતી. 
  • Follow us on: