કચ્છમાં ફરીથી નશાનો સામાન ઝડપાયો છે, જેમાં કચ્છમાં હેરોઈન સાથે 2 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, પંજાબથી હેરોઈન વેચવા માટે કચ્છ આવ્યા હતા અને પોલીસને આ મામલે જાણ થતા બન્ને આરોપીની ધરપકડ કરી છે, પૂર્વ કચ્છ એસઓજી પોલીસે આ કામગીરી કરી છે, અને એનડીપીએસ એકટ હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે.
કચ્છમાં 58 લાખના હેરોઇન સાથે બે ઝડપાયા
કચ્છના ગાંધીધામમાં 58 લાખના હેરોઇન સાથે 2 આરોપી ઝડપાયા છે જેમાં પંજાબથી 2 શખ્સ હેરોઈન વેચવા માટે કચ્છ આવ્યા હતા અને પોલીસે તેમની ધરપકડ કરી છે, પૂર્વ કચ્છ એસઓજીને બાતમી મળી હતી અને તેના આધારે તપાસ કરતા શખ્સ પાસેથી હેરોઈન મળી આવ્યું હતુ, ઝડપાયેલ બે શખ્સોમાંથી એક શખ્સ અગાઉ પણ હેરોઈનના કેસમાં ઝડપાઈ ચૂકયો છે, હેરોઈન કોને આપવાનું હતુ તે દિશામાં પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.
પૂર્વ કચ્છ એસઓજીને મળી હતી બાતમી
પૂર્વ કચ્છ એસઓજી પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે, ગાંધીધામ રેલવે સ્ટેશન રોડ પર હેરોઈનનો જથ્થો લઈ બે શખ્સો આવી રહ્યાં છે, ત્યારે પંજાબના તરનતારનનો કુલવિન્દરસિંગ હરદેવસિંગ સિંગ અને લખવિન્દરસિંગ ગુરનામસિંગ સિંગ પોતાની સાથે માદક પદાર્થનો જથ્થો લાવી વેચાણ કરતા હોવાની વાત સામે આવી છે, પોલીસે ગુનો નોંધ્યો અને તપાસ શરૂ કરી છે, રૂ.58,08,000 ની કિંમતનો હેરોઇન ડ્રગ્સનો 116.16 ગ્રામ જથ્થો મળી આવ્યો છે.









