ચિરાગ કોરડીયા પોલીસ મહાનિરીક્ષક સરહદી રેન્જ ભુજ તથા સાગર બાગમાર પોલીસ અધિક્ષક પુર્વ કચ્છે દારૂ/જુગાર જેવી અસામાજિક પ્રવૃતિ કરતા ઈસમો પર વોચ રાખવા તેમજ જીલ્લામાં પ્રોહિબીશનના કેશો શોધી કાઢવા તેમજ દારૂને નેસ્તનાબુદ ક૨વા આપેલ સૂચના અન્વયે નાયબ પોલીસ અધિક્ષક અંજાર વિભાગના માર્ગદર્શન હેઠળ અંજારના પોલીસ ઇન્સપેક્ટરે બાતમીના આધારે આ કાર્યવાહી કરી હોવાની વાત સામે આવી છે.
રાજસ્થાનથી દારૂ મંગાવવામાં આવ્યો હતો
અંજાર ટાઉન વિસ્તારમાં આવેલ જી.આઈ.ડી.સીમાં પ્લોટ.નં.69 ના ગોડાઉનમાં અનિલકુમાર બુધ્ધારામ બિશ્નોઈ, નરેશકુમાર ડાલુરામ, દેવારામ પ્રેમારામ, દિનેશકુમાર સાગરરામ, દિનેશકુમાર મોહનલાલ બિશ્નોઈ, સુનિલકુમાર જગદીશકુમાર પુરોહીત રહે.તમામ રાજેસ્થાન વાળાઓએ સુનિલકુમાર મોહનલાલ બિશ્નોઈ વાળાના કબ્જાના ગોડાઉનમાં ભારતીય બનાવટનો વિદેશીદારૂનો જથ્થો તેમના સાગરીતો સાથે મંગાવી ઉતારેલ છે જે ચોક્કસ બાતમી આધારે પોલીસ સ્ટાફ સાથે બાતમી વાળી જગ્યાએ રેઈડ કરી લાખો રૂપિયોનો પ્રોહી મુદામાલ તથા અન્ય મુદામાલ સફેદ કલરની સ્વીફ્ટ ગાડી પકડી તપાસના કામે કબ્જે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.
ગુનાની વિગત :-
અંજાર પોલીસ સ્ટેશન ગુ.૨.નં.૧૧૯૯૩૦૦૩૨૫ ૧૧૭૮/૨૫ પ્રોહી કલમ-૬૫(એ) (ઈ)પકડવાના બાકી આરોપીઓ :-
(૧) અનિલકુમાર બુધ્ધારામ બિશ્નોઈ રહે.ડાવલ ગામ જી.જાલૌર રાજસ્થાન
(૨) નરેશકુમાર ડાલુરામ રહે.ડોઠારીયા ચોકડી રાજકોટ મુળ રહે.જાબુરી શિહોરી રાજસ્થાન
(3) દેવારામ પ્રેમારામ રહે. બાડમેર રાજસ્થાન
(૪) દિનેશકુમાર સાગ૨રામ રહે.બાડમેર રાજસ્થાન
(૫) દિનેશકુમાર મોહનલાલ બિશ્નોઈ રહે.બાડમેર રાજસ્થાન
(૬) સુનીલકુમાર જગદીશકુમાર પુરોહીત રહે.બાડમેર રાજસ્થાન
(૭) સ્વીફ્ટ ગાડી જેના.૨જી નંબર GJ-16-FA-7077 વાળાનો કબજો ભોગવડ નાર
(૮) તપાસ દરમ્યાન નીકળે તે
કબ્જે કરેલ મુદ્દામાલ :-
મેકડોવેલ્સ નંબર 1 વ્હિસ્કી 180 મી.લી.ના કાચની બોટલો 5184 જેની કિંમત 14,25,600
મેકડોવેલ્સ નંબર 1 વ્હિસ્કી 750 મી.લી.ની બોટલો 1800 જેની કિંમત 18,80,000
ઓલ સીઝન વ્હિસ્કી 180 મી.લી.ની બોટલો જેની કિંમત 18,80,000 17,80,000
ઓલ સીઝન વ્હીસ્કી 750 મી.લી.ની બોટલો જેની કિંમત 11,77,000
કીંગફીસર સ્ટ્રોંગ બીયર 500 મી.લી.ના ટીન જેની કિંમત 13,83,310
ટુબર્ગ સ્ટ્રોંગ બીયર 500 મી.લી.ના ટીન જેની કિંમત 3,27,390









