કચ્છના ગાંધીધામમાં લૂંટ વિથ મર્ડરની ઘટના બની છે જેમાં બસમાંથી યુવક ઉતરીને જઈ રહ્યો હતો તે દરમિયાન લૂંટારૂઓએ તેને લૂંટી લીધો અને તેની હત્યા કરી નાખી છે, ઘટનાની જાણ થતાની સાથે ગાંધીધામ પોલીસે વધુ તપાસ કરી છે અને પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે, જાહેર રોડ પર આ હત્યા કરી દેવામાં આવી છે.


[[$googlead]]

કચ્છમાં બસમાં ઉતરીને જતા યુવકની લૂંટારૂઓએ કરી હત્યા

કચ્છમાં બસમાં ઉતરીને જતા યુવકની લૂંટારૂઓએ હત્યા કરી નાખી છે, બાઇક પર આવેલા શખ્સોએ લૂંટનો પ્રયાસ કર્યો હતો જેમાં લૂંટારૂઓ અને મૃતક વચ્ચે ઝપાઝપી થતા યુવકને છરી મારી હતી અને તેની પાસે રહેલી વસ્તુઓ લૂંટવાનો પ્રયાસ કર્યો હતો, સુનિલ કન્યા નટ નામના યુવકનું છરી વાગતા મોત થયું છે, ગાંધીધામ બી ડિવિઝન પોલીસે હત્યા અને લૂંટનો ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે, મહત્વનું છે કે, લૂંટારૂઓ આવી રીતે લૂંટને અંજામ આપતા રહે છે અને પોલીસ આરોપીને ઝડપીને વાહ વાહ લૂંટતી હોય છે.

[[$alsoread]]

ગાંધીધામના જવાહર નગર પાસે મોડી રાત્રે લૂંટ સાથે હત્યા

ગાંધીધામના જવાહર નગર પાસે મોડી રાત્રે લૂંટ વિથ હત્યાની ઘટના બની છે, પોલીસને ઘટનાની જાણ થતાની સાથે જ પહોંચી હતી અને વધુ તપાસ હાથધરી હતી, યુવકના મૃતદેહને પીએમ માટે ખસેડાયો છે અને પીએમ થયા બાદ મૃતદેહ પરિજનોને સોંપવામાં આવશે, યુવકની હત્યા થઈ છે તે યુવક પરપ્રાંતિય હોવાનું સામે આવ્યું છે, ત્યારે આ ઘટનામાં આરોપીઓ કયારે પોલીસની પકડમાં આવે છે તે જોવાનું રહ્યું. લૂંટારૂઓ જાણભેદુ છે કે પછી કોઈને પણ લૂંટવાની માનસિકતા ધરાવે છે તે આરોપી ઝડપાશે પછી જ નક્કી કરી શકાશે.


  • Follow us on: