ગાંધીધામમાં આંગડીયા પેઢીના સંચાલકના અપહરણનો ભેદ પોલીસે ઉકેલી દીધો છે, પોલીસના હાથે એક આરોપી પકડાયો છે જ્યારે અન્ય આરોપીની શોધખોળ હાથ ધરી છે., રાજસ્થાનથી કુખ્યાત શખ્સોને બોલાવી પૈસા માટે વેપારીનું અપહરણ કરાયુ હોવાનુ પોલીસ તપાસમાં સ્પષ્ટ થયુ છે.
કાર અને વેપારી સામખીયાળી જંગી વચ્ચેથી મળી આવ્યા હતા
ગાંધીધામમાં દિનદહાડે આંગડીયા પેઢી સંચાલકનું અપહરણનો પ્રયાસની ઘટના લઈને ચકચાર મચી જવા પામી હતી, ગાંધીધામના જૂના પોલીસ રોડ પર આવેલી સંકેતનિધી આંગડિયા પેઢીના સંચાલક કેતનભાઈનુ ગાંધી માર્કેટ પાસેથી કારમાં અપહરણ કરવામાં આવ્યુ હતુ જો કે, ઘટનાની પોલીસને જાણ થતા પોલીસે સમગ્ર પુર્વ કચ્છમાં નાકાબંધી કરી હતી અને સીસીટીવી ફૂટેજના આધારે તપાસ હાથધરી હતી, અપહરણના થોડા કલાકોમાં કાર અને વેપારી સામખીયાળી જંગી વચ્ચેથી મળી આવ્યા હતા.
ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા આરોપી
અપહરણ કરનાર આરોપીઓ કાર મૂકી નાશી ગયા હતા અને વેપારી પણ કારમાંથી હેમખેમ મળી આવ્યો હતો. ભરબજારમાં વેપારીના અપહરણના કિસ્સાએ અનેક સવાલો ઉભા કર્યા હતા તેવામાં પોલીસે આ ગુનામાં સામેલ એક આરોપીને પકડી પાડ્યો છે જ્યારે પોલીસ તપાસમાં છ શખ્સો ઉપરાંત તપાસમાં સામેલ શખ્સોની સંડોવણી લઈને પોલીસે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, સીસીટીવી સહિતની દિશામાં તપાસ દરમિયાન એક ઇસમને પકડી પાડવામાં આવ્યો હતો, આરોપીને ગાંધીધામ એ ડિવિઝન પોલીસ સ્ટેશનમાં સોંપવામાં આવ્યા છે.
આરોપીઓ ગુનાહિત ઈતિહાસ ધરાવે છે
જેની તપાસ બાદ અન્ય સાગરીતોના નામ ખુલશે આરોપી સામે અગાઉ પણ કેટલાક ગુના નોંધાયેલા હોવાનુ પોલીસ તપાસમાં સ્પષ્ટ થયુ હતુ ,હિતેન્દ્રસિંહ ઉર્ફે હેતુભા ઝાલા એ ભોગ બનનાર કેતનભાઈ પૈસાદાર વેપારી હોય અને આંગડિયા પેઢીનું મોટુ કામ કરતા હોય તેઓ પાસે વધારે રૂપિયા હોવાનુ જાણતા હોય અને તેનુ અપહરણ કરવાથી સરળતાથી વધુ રૂપિયા આપી દે તેમ હોય પોતાના અંગત માણસ (બોડીગાર્ડ) તુષાંત વાસુ મારફતે રાજસ્થાનથી ગુનાહિત ઇતિહાસ ધરાવતા આરોપીઓને બોલાવી પોતાની જગ્યા ઉપર સાચવી રાખી તમામ મદદ પુરી પાડી હતી. ગાંધીધામથી વેપારીનુ અપહરણ કરી મોરબી ખાતે હિતેન્દ્રસિંહ ઉર્ફે હેતુભા ઝાલાના ફાર્મહાઉસમાં લઈ જઈ ખંડણી માંગવાની હતી. હિતેન્દ્રસિંહ,આકાશ તથા શ્રવણસિંહ સામે અગાઉ પણ થોકબંધ કેસ નોંધાયેલા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યુ છે.









