મહીસાગર જિલ્લાના લુણાવાડા તાલુકામાં પોતાની દીકરી સમાન ઉંમરની 26 વર્ષની યુવતી પર એક 70 વર્ષના વૃદ્ધે દુષ્કર્મ આચરતા સમગ્ર જિલ્લામાં હાહાકાર મચી ગયો છે. લુણાવાડા ટાઉન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બનેલી આ ઘટનાને પગલે સ્થાનિક લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.


મહીસાગરમાં લંપટ વૃદ્ધનું શરમજનક કરતૂત

મળતી માહિતી મુજબ, લુણાવાડા તાલુકાના એક ગ્રામ્ય વિસ્તારમાં રહેતા 70 વર્ષીય આધેડે શરમની તમામ સીમાઓ ઓળંગી હતી. ગઈકાલે સાંજના સમયે આરોપીએ 26 વર્ષની યુવતીને પટાવી-ફોસલાવીને પોતાના ઘરમાં લઈ ગયો હતો. ત્યારબાદ ઘરનો દરવાજો અંદરથી બંધ કરી દઈ, યુવતીની મરજી વિરુદ્ધ તેની પર દુષ્કર્મ આચર્યું હોવાનો આરોપ લાગ્યો છે.વૃદ્ધાવસ્થામાં પણ આવી હીન માનસિકતા દાખવી નરાધમે કરેલા આ કૃત્યથી લોકોમાં ભારે ફિટકારની લાગણી જન્મી છે. ભોગ બનનાર યુવતીની આપવીતી સાંભળ્યા બાદ પરિવારે તુરંત લુણાવાડા પોલીસનો સંપર્ક કર્યો હતો.

પોલીસ તપાસ અને કાર્યવાહી

લુણાવાડા ટાઉન પોલીસે આ મામલે ગંભીરતા દાખવી ગુનો દાખલ કર્યો છે. પોલીસ દ્વારા ભોગ બનનાર યુવતીનું મેડિકલ પરીક્ષણ કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ફરાર થઈ ગયેલા 70 વર્ષીય નરાધમ આધેડને ઝડપી પાડવા માટે પોલીસે વિવિધ ટીમો બનાવીને તેના સંભવિત ઠેકાણાઓ પર દરોડા પાડવાનું શરૂ કર્યું છે.

આ પણ વાંંચો: Local Body Election 2026: ભાવનગરમાં ચૂંટણીનો જંગ, 4000 થી વધુ સુરક્ષા જવાનો સાથે શાંતિપૂર્ણ મતદાન માટે પોલીસ તંત્ર સજ્જ

  • Follow us on: