રાજ્યમાં નકલી અધિકારીઓ પકડાવવાનો સિલસિલો હજુ પણ અટકવાનું નામ લઈ રહ્યો નથી. દેશમાંથી નકલી PMO, નકલી CMO, નકલી પોલીસ અધિકારીઓ અને નકલી સરકારી કર્મચારીઓ અનેક વખત પકડાઈ ચૂક્યા છે. ત્યારે મહેસાણામાંથી નકલી GST અધિકારી પકડાયા છે, મહેસાણાના જોટાણામાંથી નકલી જીએસટી અધિકારી પકડાયા છે. ન્યૂ બેસ્ટ પ્રાઈઝ નામની દુકાનમાં તપાસમાં આવ્યાની GST અધિકારીની ખોટી ઓળખ આપીને કાયદેસરની કાર્યવાહી કરવા ધમકી આપી હતી.


[[$googlead]]

સિદ્ધિ દવે, શર્મિલા પટેલ, કિરણ પટેલ ઝડપાયા

આ નકલી GST અધિકારીએ ઈલિયાસ મલિક નામના દુકાનદારને તપાસના નામે ધાકધમકી આપી અને 5 લાખ રૂપિયાની માગણી કરી હતી. આ મામલે પોલીસે સિદ્ધિ દવે, શર્મિલા પટેલ અને કિરણ પટેલને ઝડપી પાડ્યા છે. આ સમગ્ર મામલે સાંથલ પોલીસે ત્રણેય સામે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસને પ્રાથમિક તપાસમાં શર્મિલા પટેલ નામની મહિલા પાસેથી વિકલી પેપરનું આઈકાર્ડ મળી આવ્યું છે.

[[$alsoread]]

4 જૂને સરખેજમાં નકલી અધિકારીઓ ઝડપાયા હતા

તમને જણાવી દઈએ કે અગાઉ 4 જૂને અમદાવાદના સરખેજમાંથી નકલી અધિકારીઓ પકડાયા હતા. આ બંને અધિકારીઓ અમદાવાદ ગ્રામ્ય SP કચેરીમાં અધિકારી બનીને મુલાકાત માટે ગયા હતા અને પોલીસને શંકા જતા પૂછપરછ કરવામાં આવી હતી અને આ નકલી અધિકારીઓનો સમગ્ર ભાંડો ફૂટ્યો હતો. પોલીસે શંકા જતાં આ બંને નકલી અધિકારીઓના આઈકાર્ડ ચેક કર્યા હતા, જેમાં અશોક સ્તંભ જેવા રાષ્ટ્રીય ચિહ્નનો ખોટો ઉપયોગ કર્યો હોવાનું તપાસમાં સામે આવ્યું હતું. બંને અધિકારીઓ નેશનલ ક્રાઈમ ઈન્વેસ્ટિગેશન કમિશન નામની સંસ્થાના નકલી અધિકારીઓ બનીને SP કચેરીમાં પહોંચ્યા હતા અને ત્યાં પોલીસે તેમને ઝડપી પાડયા હતા. બંને નકલી અધિકારીઓના ઓળખપત્રોમાં Ministry of MSME, Government of Indiaનો પણ ખોટો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો, આ સિવાય આઈકાર્ડમાં 'Joint Director', 'National Director', 'Vice President' જેવી પોસ્ટ પણ દર્શાવવામાં આવી છે. પોલીસે 4 આરોપીઓની ધરપકડ કરી હતી.


  • Follow us on: