મહેસાણાના વિસનગરમાં 15 વર્ષીય સગીરા પર 6 યુવકોએ દુષ્કર્મ આચર્યુ હોવાની વાત સામે આવી છે, અલગ-અલગ જગ્યાએ લઇ દુષ્કર્મ આચર્યુ છે, યુવકે લિફ્ટ આપી ઘરે લઇ જઇ દુષ્કર્મ આચર્યુ અને દુષ્કર્મ આચરનાર 6 પૈકી 5ની અટકાયત કરવામાં આવી છે, વિસનગર શહેર પોલીસે તપાસ હાથ ધરી છે અને ફરાર આરોપીને શોધવા પોલીસની ટીમ કામે લાગી છે.

મહેસાણા 15 વર્ષીય સગીરા પર દુષ્કર્મની ઘટના

મહેસાણાના વિસનગર સિટી પોલીસ સ્ટેશન વિસ્તારની ઘટના છે જેમાં સગીરા પર દુષ્કર્મ આચર્યુ છે, 6 યુવકોએ વારાફરથી દુષ્કર્મ આચર્યું છે અને અલગ અલગ જગ્યાએ સગીરાને લઈ ગયા હતા, પહેલા 2 યુવકો સગીરાને વિસનગર નજીક લઈ ગયા અને બાદમાં બીજા 2 યુવકોએ સગીરાને અન્ય જગ્યાએ લઈ જઈ દુષ્કર્મ આચર્યુ છે. વિસનગર પોલીસે પોકસો, દુષ્કર્મ અને અપહરણની ફરિયાદ નોંધી છે.

વિસનગર પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીની અટકાયત કરી

ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસે ગણતરીના કલાકોમાં 5 આરોપીની અટકાયત કરી છે અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, પોલીસથી મળતી માહિતી પ્રમાણે વાત કરીએ તો 4 ઓકટોબરના રોજ આ ઘટનાને અંજામ અપાયો હતો અને બે દિવસ સુધી સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ, તો છેલ્લા બે દિવસથી સગીરા ગુમ હતી જેને લઈ પોલીસ અને પરિવાર શોધખોળ કરી રહ્યો હતો, જયારે સગીરા મળી આવી ત્યારે પોલીસે અને પરિવારે પૂછપરછ કરી અને સમગ્ર ઘટના પરથી પડદો ઉંચકાયો હતો.

પોલીસે સમગ્ર ઘટનામાં નામજોગ ફરિયાદ નોંધી

પોલીસે સમગ્ર ઘટનામાં નામજોગ ફરિયાદ નોંધી છે અને 5 શખ્સોની અટકાયત કરી છે, એક શખ્સ હજી પણ આ ઘટનામાં ફરાર છે. વિજય ઠાકોર, પવન ઠાકોર, રાજ ઠાકોર, સોહમ ઠાકોર, પ્રકાશ મોદી અને અન્ય એક અજાણ્યા શખ્સ મળી કુલ છ આરોપીઓ વિરુદ્ધ અપહરણ, બળાત્કાર અને પોક્સો એક્ટ હેઠળ ગંભીર ગુનો દાખલ કરીને વધુ તપાસ શરૂ કરી છે.