મોરબીમાં અસમાજિકતત્વો અને ગુનાહિત પ્રવૃત્તિઓ વધવા લાગી છે. અત્યારે તહેવારના દિવસો ચાલી રહ્યા છે. ત્યારે કેટલાક લોકો આનંદ અને ઉલ્લાસનો માહોલ બગાડે છે. શહેરમાં એક શખ્સે જાહેરમાં ફાયરિંગ કરી રોફ જમાવવા પ્રયાસ કર્યો. અને આટલેથી ના અટકતા આ શખ્સે સોશિયલ મીડિયામાં ફાયરિંગનો વીડિયો વાયરલ કર્યો હતો. જેના બાદ પોલીસ એકશનમાં આવી અને આ શખ્સ વિરુદ્ધ કડક પગલા લીધા.
મોરબી પોલીસનું કડક વલણ
આ શખ્સને રૂઆબ જમાવવાનો શોખ ભારે પડ્યો. મોરબીની પોલીસે કડક પગલા લઈ શખ્સનો નશો ઉતાર્યો ગુનો નોંધી ધરપકડ કરી. સૂત્રો દ્વારા પ્રાપ્ત માહિતી મુજબ પોલીસે ધરપકડ કરેલ આ શખ્સનું નામ રણવિજયકુમાર કાંતિલાલ શાહ છે. રણવિજયે સ્વતંત્રતા પર્વની ઉજવણી દરમિયાન જાહેરમાં ફાયરિંગ કર્યું હતું. અને પોતે જાણે કોઈ પરાક્રમ કર્યું હોય તેમ રણવિજયે ફાયરિંગનો વીડિયો બનાવી સોશિયલ મીડિયામાં અપલોડ કર્યો હતો.













