મોરબીના માળિયામાં પ્રેમ લગ્ન કરતા ફાયરિંગની ઘટના બની છે, યુવતીના પિતાએ યુવકના ભાઇ પર ફાયરિંગ કર્યુ હોવાની વાત સામે આવી છે, તો ઘટનાની જાણ થતા માળિયા પોલીસે ઘટના સ્થળે જઈ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે, ફાયરિંગ મિસ થતા સલીમ દિલાવરનો આબાદ બચાવ થયો છે અને પોલીસે ફરિયાદીની ફરિયાદ નોધી છે.
ફરિયાદી સલીમના ભાઇએ પ્રેમલગ્ન કરતા ફાયરિંગ કર્યુ
મોરબીના માળિયામાં સલીમના ભાઈએ પ્રેમલગ્ન કરતા ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, કારમાં આવેલ વલી નૂર મહંમદ મોવરે ફાયરિંગ કર્યુ છે, તો માળિયા પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે, પ્રેમલગ્ન કરતા અંગત અદાવત રાખી અને તેમાં ફાયરિંગ થયુ હોવાની વાત સામે આવી છે, પોલીસે આસપાસના સીસીટીવી પણ તપાસ માટે લીધા છે અને તપાસ શરૂ કરી છે, માળિયા પોલીસ સ્ટેશનમાં આર્મ્સ એક્ટ સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરવામાં આવ્યો છે.
યુવતીના પિતાએ પ્રેમ લગ્ન કરનારના પિતરાઈ ભાઈ સલીમ દિલાવર જેડા પર ફાયરિંગ કર્યું
પ્રેમ લગ્ન કરનાર યુવક નહી પણ તેના ભાઈ પર ફાયરિંગ થયું હોવાની વાત સામે આવી છે, આરોપીએ કરેલું ફાયરિંગ મિસ ફાયર થતાં સલીમ દિલાવરનો જીવ બચ્યો છે, મિસ ફાયરની ઘટના બાદ યુવકનું બ્લડ પ્રેશર વધી જતા માળિયા બાદ મોરબી સિવિલમાં સારવાર માટે ખસેડાયો છે, ફરિયાદી સલીમ દિલાવર જેડાના પિતરાઈ ભાઈ સિકંદર જેડાએ પ્રેમ લગ્ન કર્યાં અને પ્રેમ લગ્ન કેમ કર્યા તેને લઈ યુવતીના પિતાએ ફાયરિંગ કર્યુ છે, કારમાં આવેલા યુવતીના સંબધીઓમાંથી વલી નૂર મહંમદ મોવરે કર્યું જામગરી બંધૂકથી ફાયરિંગ.









