મોરબી જિલ્લાના હળવદ તાલુકામાં ગેરકાયદેસર ખનન પ્રવૃત્તિઓ સામે ખાણ ખનીજ વિભાગે મોટી કાર્યવાહી હાથ ધરી છે. હળવદના મયુરનગર ગામ નજીક ગેરકાયદેસર રીતે માટીનું ખનન ચાલી રહ્યું હોવાની માહિતી મળતા જ ખાણ ખનીજ વિભાગની ટીમે દરોડો પાડ્યો હતો. આ સરપ્રાઈઝ ચેકિંગ દરમિયાન ખનન સ્થળે અફરાતફરી મચી ગઈ હતી.

3 ડમ્પર અને 1 હિટાચી મશીન કરાયા જપ્ત

ખાણ ખનીજ વિભાગની ટીમ દ્વારા સ્થળ પર જઈને તપાસ કરતા મોટા પાયે ગેરકાયદેસર રીતે માટીનું ખોદકામ અને પરિવહન થઈ રહ્યું હોવાનું સામે આવ્યું હતું. આ કાર્યવાહી દરમિયાન ટીમે સ્થળ પરથી ખનન કાર્યમાં ઉપયોગમાં લેવાતા 3 ડમ્પરો તેમજ 1 હિટાચી મશીન સીઝ કરીને કબજે લીધા છે.

વાહનો હળવદ પોલીસને સોંપી કાયદેસરની કાર્યવાહી શરૂ

દરોડા દરમિયાન જપ્ત કરવામાં આવેલા તમામ વાહનો અને મશીનરીને આગળની કાયદેસરની કાર્યવાહી માટે હળવદ પોલીસ મથકના હવાલે કરવામાં આવ્યા છે. ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનન કરનારા તત્વો સામે દંડકીય કાર્યવાહી સહિતનો ગુનો નોંધવાની તજવીજ હાથ ધરવામાં આવી છે, જેનાથી ભૂમાફિયાઓમાં ફફડાટ વ્યાપી ગયો છે.

આ પણ વાંચો : Vadodaraમાં SOGનો સપાટો, બંધ દુકાનમાંથી રૂ.22 લાખનું 1,920 બોટલ કોડીન સિરપ ઝડપાયું