મોરબીમાં સસ્પેન્ડેડ પોલીસકર્મી ભરત આહિર કે જેને મોરબી પોલીસે સસ્પેન્ડ કર્યો છે અને તે જ સસ્પેન્ડ પોલીસકર્મી નશાની હાલતમાં ઝડપાયો છે, સમગ્ર કેસમાં પોલીસે ગુનો નોંધીને પોલીસકર્મીનો મેડિકલ રીપોર્ટ કઢાવ્યો છે, સસ્પેન્ડેડ પોલીસકર્મીને આરોપી સાથે સારા સંબધો છે અને તે ઘણીવાર વિવાદમાં પણ સપડાયો છે.


[[$googlead]]

નશાની હાલતમાં આરોપીઓની ભલામણ કરવા ગયો

ભરત આહિરની વાત અહીંયા પૂરી થતી નથી, તેણે નશો તો કર્યો પણ નશો કર્યા બાદ તે પોલીસ સ્ટેશન જાય છે અને આરોપીની ભલામણ કરે છે, પોલીસે તેને સમજાવ્યો પણ તે સમજયો નહી અને આખરે તેની સામે પોલીસ ફરિયાદ નોંધાઈ છે, મોરબી સિટી એ ડિવિઝન પોલીસે આરોપીની ધરપકડ કરી છે, સૂત્રોના જણાવ્યા અનુસાર પોલીસકર્મી રોજ નશો કરે છે તેવી વાત પણ સામે આવી છે, એક પોલીસ તરીકે રક્ષક જ જયારે ભક્ષક બને છે ત્યારે પોલીસ પણ તેને કાયદાનો પાઠ ભણાવતી હોય છે.

મોરબીમાં શ્રમિકોના ફોનની ચોરી કરતા 2 શખ્સો ઝડપાયો

મોરબીમાં શ્રમિકોના ફોનની ચોરી કરતા 2 શખ્સો ઝડપાયા છે, લેબર કવાર્ટરની છત પરથી શ્રમિકોના ફોનની ચોરી કરી હતી, તો પોલીસે આરોપીને ઝડપી 4 ફોન જપ્ત કર્યા છે અને શ્રમિકોની ફરિયાદ પણ નોંધી છે. મોરબી તાલુકા પોલીસે ગુનો નોંધીને વધુ તપાસ હાથધરી છે, ઝડપાયેલ 2 શખ્સોએ અગાઉ કયાં ચોરી કરી છે તેને લઈ પણ તપાસ શરૂ કરી છે. આ ઘટના ત્યારે બની જ્યારે શ્રમિકો લેબર ક્વાર્ટરની છત પર સૂતા હતા. કુલ 48,000 રૂપિયાની કિંમતના ચાર જુદી જુદી કંપનીના મોબાઈલ ફોનની ચોરી થઈ હતી.

[[$alsoread]]

 

  • Follow us on: