સુરતનો કુખ્યાત ચિરાગ ગોટી ફરી ચર્ચામાં આવ્યો છે. થોડા સમય પહેલા જ તેની સામે વધુ એક ફરિયાદ નોંધાતા પોલીસે ગુનો નોંધી તપાસ શરુ કરી હતી. હવે નવસારી પોલીસે સુરતના કુખ્યાત ચિરાગ ગોટીનો કબજો મેળવ્યો છે. ટ્રાન્સફર વૉરંટથી બીલીમોરા પોલીસે ગોટીનો કબજો લીધો છે.લાજપોર જેલથી બીલીમોરા પોલીસ ગોટીને રિકંસ્ટ્રકશન માટે લાવી હતી. કુખ્યાત ચિરાગ ગોટીએ પોતાને ત્યાં નોકરી કરતા યુવાનને ઢોર માર માર્યો હતો.
બીલીમોરા પોલીસે રિકન્સ્ટ્રક્શન કર્યું
બીલીમોરાના પોંસરી વિસ્તારમાં યુવાનને ઢોર માર મારી વીડિયો વાયરલ કર્યો હતો.ભોગ બનનાર સુરતના યુવાને બીલીમોરા પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી. બીલીમોરા પોલીસે નોંધાયેલા ગુના અંગે કાર્યવાહી કરતા ગોટીનું રિકન્સ્ટ્રકશન કર્યું હતું. રિકન્સ્ટ્રકશન દરમિયાન ચિરાગ ગોટી મીડિયાને સલાહ આપતો દેખાયો હતો. ગોટીએ પોલીસને કહ્યું સરકારી કામ માટે બેસું બાકી એ લોકો એક બીજા જોડે વીડિયો શેર કરી લે.










